Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 12
________________ સાII, થપ્પો - આજ્ઞામાં ધર્મ ૨૧000 વર્ષ સુધી ચાલનારા આ જૈનશાસનમાં થનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સંઘના સ્કંધો ઉપર ભગવાન શ્રી મહાવીરદેવે આ શાસનની ધુરા મૂકી છે. ભગવાને સંઘને કહ્યું છે કે, “જગતનું હિત કરવા માટે મેં આ શાસનની સ્થાપના કરી છે. તમારે પણ તે જ આશયથી આ શાસનને ચલાવવાનું છે.” પરમાત્માના નિર્વાણ પછી આ શાસન પરમાત્માએ બતાવેલા શાસ્ત્રોના આધારે શ્રમણ શ્રેષ્ઠોની પરંપરાથી જ ચાલતું હોય છે. જ્યાં સુધી પરમાત્માના શાસ્ત્રોને સમર્પિત શ્રમણ સંઘ વિદ્યમાન છે ત્યાં સુધી આ શાસન પણ જયવંતુ રહેવાનું છે. તેથી જ આ શાસનમાં શ્રમણો મુખ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “સમUMદાનો સંયો ” આ સંઘ શ્રમણોની પ્રધાનતાવાળો છે. તે શ્રમણ ભગવંતોમાં પણ આચાર્ય ભગવંતો મુખ્ય છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે, સારિયો સંયો ' સંઘ એ આચાર્ય ભગવંતથી યુક્ત હોય. શ્રીસંઘમાં પ્રધાન એવા આચાર્ય ભગવંતો પણ જિનાજ્ઞા અને જિનાજ્ઞાને બતાવનારા ધર્મશાસ્ત્રો સાથે બંધાયેલા હોય છે કહ્યું છે કે, ‘ઘમ્મો માળા પડિવો ’ અને ‘ગામ વહૂ સાદૂ I', ધર્મશાસ્ત્રોમાં બતાવેલી જિનાજ્ઞાને અનુસરીને જ આચાર્ય ભગવંતો અને શ્રમણ ભગવંતો સ્વયં પ્રવૃત્તિ કરતા હોય છે. શ્રાવક અને શ્રાવિકા સંઘને પણ જિનાજ્ઞાનુસાર ધર્મારાધના કરાવતા હોય છે. આ મર્યાદા આપણે સૌએ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 188