________________
સાધુજીવનની બે મર્યાદાઓ
ગુરુની નિશ્રામાં રહેવા નિર્બળ નીવડે છે તે આત્મા એકલો રહેવા માટે તો અવશ્ય નિર્બળ સિદ્ધ થાય છે. એટલું જ નહિ, રક્ષક વિના કામ, ક્રોધાદિ અંતરંગ શત્રુઓ તેનો પરાજય કરે છે અને દીક્ષાને નિષ્ફળ બનાવી તેનો દુરુપયોગ કરાવી દે છે, આથી જ સાધુજીવનની બે મર્યાદાઓ કહી છે. એક કામ, ક્રોધાદિનો વિજય કરવાની શક્તિ પ્રાપ્ત કરીને સ્વયં ગીતાર્થ બનવું અને બીજી એ શક્તિ ન પ્રગટે ત્યાં સુધી ગીતાર્થની નિશ્રામાં રહેવું, એ સિવાય ત્રીજો માર્ગ નથી. એવા યોગ્ય ગુરુના અભાવમાં શિષ્ય શું કરવું, તેનો પણ સુંદર માર્ગ ગ્રંથકારશ્રીએ બતાવ્યો છે. તે ગ્રંથના વાચનથી પ્રસંગે પ્રસંગે સ્વયં સમજી શકાશે નથી તો જૈનદર્શનમાં ગુરુનો પક્ષ કે નથી તો શિષ્યનો પક્ષ, બંનેને સ્વ-પર કલ્યાણ થાય તેવો નિષ્પક્ષ અને એકાંતે હિતકર ન્યાયમાર્ગ બતાવ્યો છે. ગુરુકુળવાસનું મહત્ત્વ
તે પછી દીક્ષાના નિરતિચાર પાલન દ્વારા આત્મવિશુદ્ધિ કરવા માટે જરૂરી ગુરુકુળવાસનું મહત્ત્વ, તેનું સ્વરૂપ, તેનાથી થતાં લાભો, વગેરે વિવિધ વાતોને જણાવી છે. તેમાં પ્રસંગાનુસાર કહેલું ભાવાચાર્યાનું સ્વરૂપ, તેમાં ઉત્સર્ગ-અપવાદ, શિષ્યનું કર્તવ્ય, સમર્પિતભાવના લાભો, તેથી થતી ક્લિષ્ટ કર્મોની નિર્જરા અને વિશિષ્ટ પુણ્યનો બંધ ઇત્યાદિ અતિ ઉપકારક અનેક બાબતો કહી છે. એને સમજ્યા પછી ગુરુકુળવાસ કષ્ટને બદલે આનંદરૂપ બની જાય છે. કારણ કે ચોક્કસ લાભો જાણ્યા પછી ગમે તેવું કષ્ટ વેઠવા પણ જીવ સદા તત્પર હોય છે. સંસારમાં જીવો વિવિધ કષ્ટોને સહર્ષ વેઠે છે તેમાં ખોટા છતાં તેને અજ્ઞાન અને મૂઢતાથી પણ સાચા સમજાયેલા લાભો જ કારણભૂત હોય છે. તેમ અહીં પણ જન્મ-મરણાદિનાં દુ:ખોથી ત્રાસી ગયેલા જીવને દીક્ષાના પાલન માટે “ગુરુની પરાધીનના જન્મ-મરણાદિના કારણભૂત કામ-ક્રોધાદિનો પરાજય કરવા માટે અતિ આવશ્યક અને ઉપકારક છે” એમ સમજાયા પછી તે કષ્ટને બદલે અગમ્ય આનંદ આપે છે. તે આનંદમાં સંતુષ્ટ બનેલો આત્મા ઇન્દ્રની કે ચક્રવર્તીની સંપત્તિને પણ તુચ્છ માની શકે છે. યોગ્ય ગુરુની નિશ્રા પામીને પણ જે આત્મા તેમાં આનંદનો અનુભવ કરી શકતો નથી તે સંસારનાં કષ્ટોથી કંટાળેલો છે એ સિદ્ધ થતું નથી. શાસ્ત્રાધ્યયનનો વિધિ
તેની પછી શાસ્ત્રાધ્યયનનો વિધિ અને તે માટે ઉપધાન યોગ (તપસહિત વિશિષ્ટ અનુષ્ઠાન) કરવાનું વિધાન કર્યું છે.
સાધુજીવનમાં શાસ્ત્રાધ્યયનની મુખ્યતા છે. કારણ કે શાસ્ત્રો સિવાય આત્માના અનાદિ અંધારપટને દૂર કરવાનો અન્ય કોઈ ઉપાય નથી. ઉપરાંત વિશિષ્ટ ક્ષયોપશમવાળા સાધુનું શાસ્ત્રોની રક્ષા કરવાનું, તેને પ્રચારવાનું અને તે તે કાળે જીવોની બુદ્ધિને અનુસારે ઉપયોગી બને તેવી નવી રચના કરવાનું વગેરે કર્તવ્ય છે. કહ્યું છે કે
D2-t.pm5 3rd proof