________________
२५
સંલેખના અનશનાદિવિધાન
પછી છેલ્લી અવસ્થામાં દ્રવ્ય-ભાવ સંલેખના કરવાનો વિધિ, અંતે અનશન કરવાના પ્રકારો, તેનો વિધિ તથા કાન્દપિકી આદિ અનિષ્ટ ભાવનાઓ નહિ સેવવાનો વિધિ, તથા છેલ્લે મહાપારિઠાપનિકાનો વિધિ અને તેના ગુણ-દોષ, વગેરે વિસ્તારથી વર્ણવ્યું છે. એમ ગ્રંથનો લગભગ બધો ભાગ સાપેક્ષયતિધર્મના વર્ણનથી પૂર્ણ કર્યો છે.
ત્રીજી પદવિભાગસામાચારીની માત્ર વ્યાખ્યા કરીને તેને સમજવા માટે છેદગ્રંથોની ભલામણ કરી છે. નિરપેક્ષયતિધર્મ
ચોથા વિભાગમાં ચાર શ્લોકો વડે જિનકલ્પી આદિ શ્રમણોનો નિરપેક્ષ યતિધર્મ વર્ણવ્યો છે. તેના પ્રકારો અને વિધિ વગેરે સંક્ષેપમાં જણાવ્યું છે. તેમાં જિનકલ્પી પણ એકાન્ત નગ્ન જ નથી હોતા અને રજોહરણાદિ તો તેઓને પણ રાખવાનું વિધાન છે જ.
આમ અહીં દિશામાત્ર ગ્રંથનો પરિચય આપ્યો છે તેને પૂર્ણતયા જાણવા માટે તો ગ્રંથનું આદરપૂર્વક સાદ્યત વાચન કરવું તે જ આવશ્યક છે. તે સિવાય તે તે વિષયોનો પૂર્ણ ખ્યાલ આવી શકે તેમ નથી. પરમાત્મપદની ચાવી
સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરતો સાધક ભવસ્થિતિ પરિપાક થતાં ભાવચારિત્રને સ્પર્શી અપ્રમત્ત ભાવને પામે છે, પછી અપૂર્વકરણ વગેરે કરીને અનાદિ મોહની ઉપશમના વા ક્ષપણા કરે છે. ક્ષપણા કરનારો મહાત્મા શેષ પણ ઘાતકર્મો વગેરેનો ક્ષય કરીને અનંત કેવળજ્ઞાન-દર્શનને પામે છે, તે પામીને પછી મોક્ષમાં જાય છે, સિદ્ધબુદ્ધ-મુક્ત થઈ રહે છે. આ છે આત્માને પરમાત્મા બનાવવાની વિકાસ શ્રેણી. તેની સિદ્ધિ ચારિત્ર વિના કોઈને કદાપિ શક્ય જ નથી. માટે જ દીક્ષા એ વિશ્વોદ્ધારનો મહામૂલો મંત્ર છે, આર્ય સંસ્કૃતિનો પ્રાણ છે, જૈનશાસનનો મૂલધાર છે. શ્રમણોનો ઉપકાર
આ વિશ્વવંદ્ય શ્રમણ-શ્રમણીવર્ગ સર્વ કોઈને ઘણો ઉપયોગી છે. મનુષ્યમાં માનવતા, નીતિ, વ્યવહારશુદ્ધિ, સજ્ઞાન, દયા, દાન, સદાચાર, સેવા, વગેરે ઉચ્ચ સંસ્કારોને ઉત્પન્ન કરનાર-સિંચન કરનાર-પોષણ કરનાર-વૃદ્ધિ કરનાર આ જ વર્ગ છે. સાધુપુરુષના એક વચન માત્રથી અનેક ભવ્ય મનુષ્યોનાં જીવન ધોરણો સુધરી જઈને જે હૃદય પરિવર્તન થાય છે તે રાજકીય હજારો કાયદાઓથી સેંકડો વર્ષે પણ શક્ય નથી. જનતા ઉપર શ્રમણોનો શું આ જેવો તેવો ઉપકાર છે ? આના જેવું કારગત ઉત્પાદન જગતમાં બીજું કયું છે? અને એનું
D2-t.pm5 3rd proof