________________
२४
મહાવ્રતો, ચરણસિત્તરી, કરણસિત્તરી આદિના પાલન માટે જરૂરી કર્તવ્યો
તે પછી મહાવ્રતો અને ચરણસિત્તરી, કરણસિત્તરી આદિના પાલન માટે ગચ્છવાસ, કુસંસર્ગયાગ, અર્થપદચિંતન, પ્રામાનુગ્રામ વિહાર અને ગીતાર્થ નિશ્રા વગેરેની આવશ્યકતા સાથે પ્રત્યેકનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં પ્રસંગાનુસાર પાંચ નિર્ઝન્થો, દશવિધ પ્રાયશ્ચિત, પરીષહો, ઉપસર્ગો વગેરે બાબતો તેના સ્વરૂપ સાથે કહી છે અને તેના ઉત્સર્ગઅપવાદ સાથે ગુણ-દોષનું પણ વર્ણન કર્યું છે. તેમાં પણ ગચ્છવાસના લાભો અને વિહારનો વિધિ વર્ણવતાં કરેલી સર્વ સાધુઓની સંયમરક્ષાની ચિંતા, પાસત્કાદિ સાથે પણ કારણે કેવી રીતે વ્યવહાર કરવો, વગેરે વર્ણન ઘણું મનનીય છે. પદપ્રદાનવિધિ
તે પછી એ રીતે સંયમના નિર્મળ પાલનથી ગીતાર્થ બનેલા સાધુને ગણીપદ, ઉપાધ્યાયપદ, પ્રવર્તકપદ આચાર્યપદ આદિ પદો આપવાનો વિધિ જણાવ્યો છે. તેમાં પદસ્થ થયા પછી તેઓનું ગચ્છની રક્ષા માટેનું કર્તવ્ય, મૂળ આચાર્યે ગચ્છથી નિવૃત્ત થઈને સવિશેષ આરાધના કરવાનો વિધિ વગેરે વર્ણવ્યું છે. રાજયના અધિકારીઓની જેમ પ્રત્યેક પદસ્થોનાં ભિન્ન ભિન્ન વિવિધ કર્તવ્યો જણાવ્યાં છે. અયોગ્યને પદસ્થ બનાવવાથી ગચ્છને હાનિ, શાસનની અપભ્રાજના વગેરેનું વર્ણન કર્યું છે. અયોગ્ય પદસ્થ પ્રત્યે વિરોનું કર્તવ્ય, ગચ્છમાં
વિરોનું પ્રાધાન્ય, પદસ્થને અને સાધુ-સાધ્વીને હિતશિક્ષા, પદસ્થ થવામાં ગીતાર્થપણાનું મહત્ત્વ, આચાર્યના પાંચ અતિશયો, આઠ પ્રકારની ગણીસંપત્તિ, લક્ષણોપેત પૂર્ણ અલંગ શરીર, આભાવ્યવ્યવહારની વ્યવસ્થા વગેરે અનેક આવશ્યક બાબતો વર્ણવી છે.
આ બધું વર્ણન જોતાં લૌકિક રાજ્યશાસન કરતાં શ્રી જિનેશ્વરે સ્થાપેલા ધર્મશાસનની વ્યવસ્થા ઘણી જ શ્રેષ્ઠ છે, એમ કોઈ પણ સુજ્ઞને સ્વીકારવું પડે તેમ છે. એટલું જ નહિ રાજા વિનાની નિર્નાથ પ્રજાને રાજાની જેટલી આવશ્યકતા છે તેથી કંઈ ગુણી ગુરુની અને ગુરુકુળવાસની આવશ્યકતા સિદ્ધ થાય છે. સાધ્વગણના સંયમની રક્ષા માટે પ્રવર્તિનીપદની વ્યવસ્થા છે, તેઓના સંચાલન નીચે રહીને સાધ્વીવર્ગ સ્વ-પર ઉત્કર્ષ સાધી શકે તેવું શાસનનું બંધારણ જણાવ્યું છે.
એ ઉપરાંત યોગ્યતા અને અધિકારને અનુસરતાં પ્રત્યેકનાં વિવિધ કર્તવ્યોનું ગચ્છમાં પાલન ન થાય તો કેવા ઉપાયો કરવા ? ગુરુ પણ શિષ્યોની સારણા વગેરેમાં પ્રમાદ કરે, અયોગ્યને દીક્ષા આપે કે ઉત્તેજન આપે, તો તેને કેવું પ્રાયશ્ચિત્ત લાગે? કોઈ ગુરુ શિષ્યને આરાધના માટે સ્વયં સહાય કરે નહિ કે મહત્ત્વ યા મમત્વને કારણે અન્ય ગુરુની નિશ્રામાં જવાની સંમતિ આપે નહિ તો શું કરવું ? કેવા ગુણવાળો સ્વલબ્ધિક (ગુરુ આજ્ઞાથી ભિન્ન વિચરવામાં અધિકારી) ગણાય ? વગેરે અનેક બાબતોનું વર્ણન કર્યું છે.
D2-t.pm5 3rd proof