________________
२२
આહારની પ્રાપ્તિ દુર્લભ છે, ગ્રંથકારે પણ વર્તમાનમાં ગૃહસ્થને વ્યવહારશુદ્ધિની અને સાધુને આહારશુદ્ધિની દુ:શક્યતા સ્વીકારી છે, તો પણ ગ્રંથોક્ત વિધાનોનો આદાર કેળવી શુદ્ધ આહારાદિ માટે શક્ય પ્રયત્ન કરનારને વર્તમાનમાં પણ ઘણાં લાભો થાય છે.
ભોજન પછી પાત્ર ધોવાનો, અંડિલભૂમિએ જવા-આવવાનો વગેરે વિધિ જણાવ્યો છે. તેમાં પણ એકેન્દ્રિયાદિ કોઈ જીવને પીડા ન થાય, ધર્મની હલકાઈ ન થાય, લોકવિરુદ્ધ ન સેવાય, ઇત્યાદિ અનેક વાતો કહી છે.
તે પછી ત્રીજા પ્રહરના પ્રારંભમાં વસ્ત્ર-પાત્રાદિના પ્રતિલેખનનું, તે પછી સ્વાધ્યાય કરવાનું અને સાંજે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. તેમાં પ્રસંગાનુસાર પ્રતિક્રમણમાં સૂત્રો અર્થ સહિત આપ્યાં છે. ટૂંકું છતાં સંકલનાબદ્ધ પૂર્ણ અને વિવેચન સહિત આવું અર્થનું વર્ણન અન્ય ગ્રંથોમાં ઓછું જોવા મળે છે. પ્રતિક્રમણનું મહત્ત્વ
જૈનદર્શનમાં આરાધનાની સાથે વિરાધનાથી બચવાનું લક્ષ્ય પણ મુખ્ય છે, માટે નાની પણ ભૂલ થતાં તેના પાપને ટાળવા માટે તુરત “
મિચ્છા મિ દુક્કડ’ દેવાનું અને સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું અવશ્ય વિધાન છે. આરોગ્ય ભલે મોડું થાય, રોગ થવો જોઈએ નહિ. તે ન્યાયે નાની મોટી કોઈ પણ બાબતમાં ભૂલ થવા દેવી નહિ અને થાય તો તુર્ત શુદ્ધિ કરી લેવી.' એ હેતુથી કરાતા પ્રતિક્રમણનું મહત્ત્વ અન્ય સર્વ અનુષ્ઠાનોથી અધિક છે. એમ કહી શકાય કે શેષ સર્વ અનુષ્ઠાનો પ્રતિક્રમણ માટે છે, પ્રતિક્રમણ વિના તે નિષ્ફળ છે, માટે જ યાવસજીવ ઉભયકાળ કરતાં પ્રતિક્રમણને આવશ્યક કહેવાય છે.
તે પછી રાત્રિકર્તવ્ય તરીકે સ્વાધ્યાય, શયનનો વિધિ, રાત્રે જાગ્યા પછી બહાર નીકળતાં ચોરાદિના ઉપદ્રવોથી બચવાના ઉપાયો, કોણે કેટલી નિદ્રા કરવી, ક્યારે જાગવું, જાગવાનો વિધિ, જાગતાં તુરત પરમેષ્ઠિનમસ્કારનું વિધાન, ઉપરાંત કામવાસનાને રોકવા માટેનું ધ્યાન, વિશિષ્ટ મનોરથોથી આત્માને ઉત્સાહિત કેમ કરવો? વગેરે અનેક બાબતો માતા પુત્રને શીખવાડે તેમ હતુપૂર્વક ગુણ-દોષના વર્ણન સાથે કહી એ રીતે ઓઘસામાચારીમાં અહોરાત્રનાં સંપૂર્ણ કર્તવ્યોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. દશધા સામાચારીનું પાલન
તે પછી દશા સામાચારીમાં ગુરથી માંડીને નાનામાં નાના સાધુ સાથે યથાયોગ્ય પૂજયભાવ અને વાત્સલ્ય વધે તે રીતે ભોજન, પરસ્પરનાં કાર્યો, ભૂલની શુદ્ધિ, આજ્ઞા, તેનો સ્વીકાર, જવું-આવવું વગેરે સર્વ વ્યવહારો કરતાં કોઈની ઇચ્છા ઉપર આક્રમણ ન થાય તેવો વિધિ જણાવ્યો છે. એના પાલનથી ઇચ્છાનો રોધ, વિનય, વૈયાવચ્ચ, પરસ્પર પ્રીતિ, પૂજ્યભાવ, કૃતજ્ઞતા, વાત્સલ્ય વગેરે ગુણો વધતાં જાય અને સંયુક્ત ધર્મકુટુંબ તરીકે જોડાયેલા દરેક આત્માઓ એ સંસ્કારથી અન્ય જન્મોમાં પણ એક સાથે ઉપજે
D2-t.pm5 3rd proof