________________
१९
ભાવ વગેરે નિમિત્તાદિ સામગ્રીનો યોગ મેળવવાનું વિધાન કર્યું છે. જ્યાં સુધી આત્મા સરાગી અને ભાવુક છે ત્યાં સુધી તેના ઉપર નિમિત્તો ચોક્કસ અસરો ઉપજાવે છે. શુભ નિમિત્તો શુભભાવનાં અને અશુભિનિમત્તો અશુભભાવનાં જનક છે. એ હકીકત આબાલગોપાલ એટલી અનુભવસિદ્ધ છે કે ઘણી બાબતોમાં નિમિત્તોની સામે મનુષ્ય પોતાની જાતને પણ સાવ ભૂલી જાય છે. જાણે તેના કર્મો, પુરુષાર્થ, કાળ કે આત્મા જેવું કાંઈ છે જ નહિ. એક માત્ર તે તે નિમિત્તો જ તેના સુખ, દુ:ખના સર્જક હોય તેમ તેનો અનુભવ તેને બોલવતો હોય છે. ગમે તેવી એકાંત આત્માની વાતો કરનારો પણ પ્રસંગે આત્માને ભૂલી નિમિત્તોની પ્રબળતાને સ્વીકારે એવી નિમિત્તોની સચોટ અસર અનુભવાય છે.
આ હેતુથી જ શુભાશુભ દ્રવ્યોના વિવેક માટે પદાર્થોનું વિજ્ઞાન જણાવનારા વિવિધ શાસ્ત્રો, ક્ષેત્રના શુભાશુભપણાને જણાવનારાં શિલ્પાદિનાં શાસ્ત્રો, કાળની શુભાશુભતાને જણાવનારાં જ્યોતિષાદિનાં ગ્રંથો અને ભાવની શુદ્ધિ-અશુદ્ધિનો વિવેક જણાવનારાં માનસવિજ્ઞાન આદિનાં વિવિધ શાસ્ત્રો સદાને માટે જીવનમાં ઉપયોગી નીવડ્યાં છે. એની ઉપેક્ષા જેટલા અંશે થાય તેટલા અંશે તે ચોક્કસ હાનિ કરે છે આ ઉદ્દેશથી જ દીક્ષા જેવી પવિત્ર વસ્તુને આત્મોપકારક બનાવવા માટે શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાદિ નિમિત્તોના યોગ મેળવવાના વિષયમાં ગ્રંથકારશ્રીએ ભાર મૂક્યો છે. શક્ય હોય ત્યાં સુધી સૌ અનુમોદના કરે અને પ્રસન્નતા અનુભવે એ રીતે દીક્ષા કરવી જોઈએ. એ પ્રસન્નતાથી શુભ કાર્યોમાં આવતાં વિઘ્નો ટળે છે અને કરનારને આત્મિક પ્રેરણા મળે છે. ઇત્યાદિ નિમિત્તોનું બળ ઘણું જ છે. અહીં તો એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે નિષ્કારણબંધુ જગતવત્સલ શ્રીવીતરાગદેવે જે જે વિધિ-નિષેધો ઉપદેશ્યા છે, તે ખૂબ રહસ્યપૂર્ણ છે. એને સમજવા માટે સૂક્ષ્મ અને શોધક દૃષ્ટિ જરૂરી છે. ભલે એ સત્ય સૌને ન સમજાય પણ તેનું પાલન કરવામાં જ સ્વ-પર સર્વનું કલ્યાણ છે.
યતિધર્મના બે પ્રકારો–
એની પછી ‘સાપેક્ષ’ એટલે ગુર્વાદિ વગેરેની સહાયતાની અપેક્ષાવાળો અને ‘નિરપેક્ષ’ એટલે સંપૂર્ણ સ્વાશ્રયી-સહાયતાની અપેક્ષા વિનાનો, એમ યતિધર્મના બે પ્રકારો બતાવ્યા છે. માતાપિતાદિ ગૃહસ્થગુરુવર્ગના વિનયાદિ કરવાથી ધર્મગુરુની આજ્ઞાને આધીન રહી જિનાજ્ઞા પ્રમાણે જીવવાનું સામર્થ્ય પ્રગટે છે અને જિનાજ્ઞાના પાલનથી કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે. ધર્મગુરુમાં એ વિજય કરવા-કરાવવાની શક્તિ હોય છે તેથી તેઓના આશ્રયથી એ વિજય કરી શકાય છે. ઇત્યાદિ સાપેક્ષયતિધર્મના પાલનથી આત્માને અચિંત્ય લાભો થાય છે તે પછી તે નિરપેક્ષયતિધર્મને યોગ્ય બની તેને સ્વીકારીને પોતાની જીવનકળાને વિકસાવી પરિણામે સર્વકર્મોથી મુક્ત થઈ શકે છે.
D2-t.pm5 3rd proof