________________
१२
૭૦-૭૦ ભેદોમાં, અગર સંયમ અને શીલના ૧૮૦૦૦ પ્રકારોમાં થઈ જાય છે. સદાચારનાં સર્વશ્રેષ્ઠ અંગો તેમાં સમાઈ જાય છે અને એક પણ અંગ બાકી રહેતું નથી.
પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રન્થ એટલા માટે મહાગ્રન્થ છે કે–સદાચારના એ સર્વશ્રેષ્ઠ અંગોનું
વર્ણન ક૨વા સાથે એના પાલન માટે અતિ આવશ્યક એવી ચક્રવાલ સામાચારી અને પ્રતિદિન (ઓઘ)સામાચારી વગેરે સામાચારીઓનું એમાં યુક્તિયુક્ત વિસ્તૃત વિવેચન છે, ઇચ્છા-મિચ્છાદિક દશ પ્રકારની ચક્રવાલ સામાચારી કહેવાય છે અને આવશ્યકપ્રતિલેખનાદિ પ્રતિદિન (ઓધ)સામાચારી કહેવાય છે. એના પાલનમાં સતત ઉપયોગવંત જીવને જીવનમાં સદાચારનો ભંગ કે તેના ફળસ્વરૂપ કર્મનો બંધ થવાનો અવકાશ રહેતો નથી.
શ્રદ્ધાની શુદ્ધિ માટે વીતરાગ, નિર્પ્રન્થ અને શ્રુત-ચારિત્રધર્મરૂપ શ્રદ્ધેય વસ્તુઓની શુદ્ધિ જોઈએ. એવી શુદ્ધ વસ્તુઓ ઉપરની શ્રદ્ધા કોઈપણ આત્માને પવિત્ર બનાવી શકે છે, એમાં કોઈપણ જાતની શંકા નથી.
શ્રદ્ધાવાન આત્માદિની શુદ્ધિ—
શ્રદ્ધા એક ગુણ છે. ગુણ ગુણી વિના રહી શકતો નથી. શ્રદ્ધારૂપી ગુણને ધારણ કરનારો ગુણી ‘આત્મા’ છે. એ આત્માની શુદ્ધિ એટલે તેના સ્વરૂપની શુદ્ધિ. આત્માનું સ્વરૂપ તેવું માનવું જોઈએ, કે જેથી તેનામાં બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુઃખ વગેરે (ભાવો) ઘટે. જો આત્માને એકાન્ત નિત્ય માનવામાં આવે, કે એકાન્ત ક્ષણિક માનવામાં આવે, એકાન્ત શુદ્ધ કે એકાન્ત અશુદ્ધ માનવામાં આવે, શરીરાદિથી એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન માનવામાં આવે, તો કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કોઈ પણ ગુણની, પુણ્ય-પાપની, સુખ-દુઃખની કે બંધ-મોક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, જ્ઞાન આદિ ગુણો કે સુખ-દુઃખ આદિ અવસ્થાઓ આત્મામાં તો જ ઘટી શકે છે, કે જો તે કથંચિત્ નિત્યાનિત્ય, કથંચિત્ શુદ્ધાશુદ્ધ કે કથંચિત્ શરીરાદિથી ભિન્નાભિન્ન સ્વરૂપવાળો હોય.
દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મોક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન્ન, ઇત્યાદિ પ્રકારનો જો આત્માને માનવામાં ન આવે, તો શ્રદ્ધાદિ ગુણોની કે બંધ-મોક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો વિચાર નિરર્થક બને અને એ વિચારોને દર્શાવનારાં શાસ્ત્રો પણ કલ્પિત ઠરે. શ્રી જૈનશાસનમાં આત્માદિ દ્રવ્યોનું સ્વરૂપ જે રીતે નિત્યાનિત્યાત્મક આદિ રૂપે બતાવેલું છે, તે રીતે જો માનવામાં આવે, તો જ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રદ્ધેય ઠરે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિની સાથે શ્રી જૈનશાસનમાં શ્રદ્ધા આદિ ગુણોને પ્રગટ કરનારાં સાધનોની પણ શુદ્ધિ બતાવેલી છે.
શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધનો શ્રી જૈનશાસનમાં બે પ્રકારનાં કહ્યાં છે. ‘તન્નિવfધામાજ્ઞા' અર્થાત્ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી અને અધિગમથી કહી છે. નિસર્ગ
D2-t.pm5 3rd proof