________________
પ્રતીક છે. વીતરાગ ઉપરનો ભક્તિભાવ એ જેમ દોષોનો દાહક અને ગુણોનો ઉત્તેજક છે, તેમ નિર્ચન્થ ઉપરનો ભક્તિભાવ પણ દોષદાહક અને ગુણોત્તેજક છે. શ્રુત-ચારિત્રધર્મ
શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલો નંબર વીતરાગનો અને બીજો નંબર નિર્ચન્થનો છે, તેમ ત્રીજો નંબર વીતરાગે કહેલા અને નિર્ગળે પાળેલા શ્રતધર્મ અને ચારિત્રધર્મનો આવે છે.
શ્રતધર્મની શ્રદ્ધા એટલે વીતરાગના વચનસ્વરૂપ શાસ્ત્ર બતાવેલા પદાર્થો અને તત્ત્વો ઉપરનો વિશ્વાસ. “જીવાદિ દ્રવ્યો અને મોક્ષાદિક તત્ત્વોનું નિરૂપણ શાસ્ત્રોમાં જે રીતે કર્યું છે, તે તેમ જ છે” એવી અખંડ પ્રતીતિ. એ પ્રતીતિના યોગે જગતનો સ્વભાવ અને મોક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જાણવાની અને સમજવાની તક મળે છે અને તેના ફળસ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે.
ચારિત્રધર્મ તેને કહેવાય છે, કે જેમાં બીજાની પીડાનો પરિહાર હોય. જ્યાં સુધી જીવ બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સર્વાશે કે અમુક અંશે પણ મુક્ત થતો નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતો કર્મબંધ અટકી શકતો નથી અને જ્યાં સુધી કર્મબંધ અટકતો નથી, ત્યાં સુધી તેના ફળસ્વરૂપ જન્મ-મરણ અને તજ્જનિત પીડાઓ અટકી શકતી નથી. સ્વપીડાનું ઉત્પત્તિસ્થાન જાણે કે અજાણે પરપીડામાં નિમિત્ત થવાનું છે. એ નિમિત્ત જ્યાં સુધી મનથી, વચનથી કે કાયાથી લેશ પણ થવાતું હોય, ત્યાં સુધી તગ્નિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે હિંસાદિ પાપસ્થાનોથી નિવૃત્ત થવું તે છે. પર-પીડા એ પાપ છે અને પર-ઉપકાર એ પુણ્ય છે, એ નિર્વિવાદ છે. પોતાને જો કોઈ પીડા આપે, તો તે પાપી છે-એમ માનનારો બીજાને પીડા આપતી વખતે પોતે પાપ કરનારો નથી, એમ કઈ રીતે કહી શકે? પોતાના ઉપર જો કોઈ ઉપકાર કરે, તો તે પુણ્યનું કામ કરે છે-એમ જ લાગે છે, તો તે નિયમ પોતાને માટે સાચો છે અને બીજાને માટે સાચો નથી, એમ કોણ કહી શકે ? વિશ્વના અવિચલ નિયમો અકાટ્ય હોય છે. કાંટામાંથી કાંટા ઉગે છે અને અનાજમાંથી અનાજ ઉગે છે. એ નિયમના અનુસારે જ પીડામાંથી પીડા અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે.
ચારિત્રધર્મ એ પરપીડાના પરિહારસ્વરૂપ અને પરોપકારના પ્રધાન અંગરૂપ છે. તે ચારિત્રધર્મ ઉપરની શ્રદ્ધા અને તેના પાલનના શુભ અને કલ્યાણકારી ફળો ઉપરનો અખંડ વિશ્વાસ, એ સદ્ભક્તિ અને સદાચરણની પ્રેરણાનું અનુપમ બીજ છે.
પરને લેશ માત્ર પીડા ન થાય અને સંસર્ગમાં આવનાર યોગ્ય જીવોને શુદ્ધ ધર્મની પ્રાપ્તિરૂપ ભાવોપકાર થાય, એવા ચારિત્રધર્મનું પાલન કરવા માટે શ્રી જૈનશાસ્ત્રોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અગણિત નિયમો બતાવ્યા છે. તે બધાનો સંગ્રહ ચરણસિત્તરી અને કરણસિત્તરીના
D2-t.pm5 3rd proof