Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ૨ | ધન્ય આ ધરતી એક વાર મેં પૂછ્યું હતું કે ખોરાકના ભાવો ખૂબ ઊંચા હોવાથી ત્યાંની પ્રજાની આતિથ્વભાવના પર અસર ના પડે? આ પ્રશ્નથી એ ગંભીર થઈ ગયા હતા. કારણ કે આતિથ્વભાવના એ તો કોઈ પણ સમાજની સંસ્કૃતિનો પાયાનો ગુણ છે. જાપાનમાં પણ ફળ કે શાક્ના ભાવ એટલા ઊંચા કે એક નંગ દીઠ હોય છે. હવે તો આપણા શહેરોમાં પણ શાકના ભાવ સો ગ્રામ દીઠ આવી ગયા છે.. પરંતુ આપણાં ગામડામાં, તે યંત્રોદ્યોગથી દૂર હોવાથી, ચોખ્ખી હવાની જેમ જીવનપદ્ધતિમાં પણ પ્રદૂષણ ઓછું છે. શહેરમાં રસ્તે ચાલતાં મકાનોના પ્રાંગણના દરવાજે 'ડાઘિયા કૂતરાથી સાવધ રહો' બીવેર ઓફ ડૉગ્સ” પાટિયું હોય છે. ખરેખર દિલ્હીમાં એકવાર એક બંગલામાંથી વરૂની જાતનો તારો રસ્તા પર આવીને મારા પર ત્રાટક્યો હતો. મેં સાંભળ્યું કે આયાત-નિકાસકારો અને બીજા જે પોતાની મિક્ત ગેરકાયદેસરની હોવાથી રક્ષણ માટે પોલીસને ન બોલાવી શકે તેમને આવા વરૂઓ રાખવા પડે છે. આનાથી ઊલટું, ગામડામાં ઘરના પ્રવેશદ્વાર પર લખેલું હોય છે 'ભલે પધાર્યા. ઘરનાં બધાં બહાર ગયાં હોય ત્યારે પણ ઘણાં ઘરને તાળું નથી હોતું, માત્ર દરવાજા પર આડું લાકડું મૂક્યું હોય છે, એટલા માટે કે ભૂલથી કોઈ પશુ ન પેસી જાય પણ માણસો આવી શકે. ભારતીય સંસ્કૃતિના પાયામાં આતિથ્વભાવના ઊછળે છે. મેં મારા ગામ બામણાની એક વાત સાંભળી છે કે કોઈ મુસાફર રાત પડ્યે આવેલો અને ગામના મંદિરના ઓટલે સૂઈ ગયેલો. સવારે ગામના એક વડીલને ખબર પડી. એમણે મુસાફરને કહ્યું : “આમ ઓટલા ઉપર સૂઈ જવાતું હશે ? અમે ઘર કોને માટે બાંધ્યાં છે?” ઘર બાંધવાનું તે પોતાને માટે નહીં પણ અતિથિ માટે. અત્યારની હોટેલની જેમ વધુમાં વધુ પૈસા પડાવીને પછી જ અંદર આવકારવાની તો વાત જ નહીં. પશ્ચિમની સંસ્કૃતિ અને પૂર્વની અથવા ભારતની સંસ્કૃતિ જેવો કોઈ ભેદ નથી. જે છે તે ભૌતિક સંસ્કૃતિ અને ભૌતિક નહીં એવી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ છે. યંત્રોદ્યોગની અને જ્યાં યંત્રોદ્યોગ નથી એવી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ છે. ભૌતિક સંસ્કૃતિમાં ઘરનો અર્થ જુદો છે. એક વખત અમેરિકામાં મારા ફલેટની ભાગીદાર યુવતી સેન્ડીએ કહ્યું કે એના પિતાજી બીજે દિવસે આવવાના હતા. મેં બપોરે વહેલા પાછા આવીને ફલેટમાં બધું ગોઠવીને વ્યવસ્થિત કરીને સજાવી દીધું. સાંજે આવી ત્યારે એણે તો કહ્યું : “મારા પિતાજી તો હોટેલમાં ઉતરવાના છે.” પશ્ચિમના યંત્રોદ્યોગના સમાજમાં અત્યારે કુટુંબવ્યવસ્થા તૂટી રહી છે એમાં ત્યાંની જંગી કંપનીઓનો ટેકો હોવાનું ગણાય છે, કારણ કે જો કુટુંબના સભ્યો અલગ અલગ રહે, તો એ કંપનીઓ ઘણો વધારે વેપાર કરી શકે. કુટુંબીજનો સાથે રહેવાને બદલે જુદા જુદા ઘરમાં રહે તો એટલાં ઘર, ફીજ, ટીવી, ટેલીફોન, રસોડાનાં મશીનો, ફર્નિચર, પાણી-વીજળી-ગરમી માટેની સગવડો, મોટરકાર વગેરે બધું જ અનેકગણું વધારે વેચાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 162