Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ધન્ય આ ધરતી / ૩ ભૌતિક નહીં એવી સંસ્કૃતિમાં નાણાં કરતાં નીતિ મુખ્ય છે. દાખલા તરીકે, ૨ + ૨ = ૪ એ તો બધે શિખવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આ સરવાળો નિરપેક્ષ નથી. ૨ + ૨ = ૪ એ સરવાળો એટલા માટે શીખવાનો છે કે કોઈની પાસેથી લેતી વખતે ભૂલથી પાંચ ન લેવાઈ જાય અને કોઈને કંઈ આપતી વખતે ભૂલથી ત્રણ ન અપાઈ જાય. સરવાળા શીખવાના છે તે એટલા માટે કે વધારે લેવાની ભૂલ કે ઓછું આપવાની ભૂલ ન થઈ જાય. ન ભૌતિક સંસ્કૃતિથી અણબોટાયેલાં ગામડાંમાં હજુ આ સંસ્કૃતિ જોવા મળે છે. ગામડેથી મારે ઘેર આવેલો એક છોકરો મારી સાથે એક લગ્નના ભોજન સમારંભમાં આવ્યો હતો. મિત્રોને મળીને થોડા વખત પછી હું એની પાસે આવી તો મેં પૂછ્યું, ‘મ તેં ખાધું નથી ?” એણે જવાબ આપ્યો, ‘“કોઈએ મને આપ્યું નથી.’’ શહેરમાં લોકો ભોજનનાં ટેબલો ઉપર તૂટી પડતાં હોય છે જ્યારે આ ગામડાનો છોકરો તેનાથી જાતે લેવાય કે નહીં એની યોગ્યતાનો વિવેક કરીને ખાધા વગર, પણ ગૌરવપૂર્વક, ઊભો હતો. ગ્રામવાસીઓને પોતાની સંસ્કૃતિ માટે ગર્વ છે અને હર્ષ પણ. એક હિન્દી ફિલ્મનું ગીત છે તેમ: સ્વર્ગ સે સુંદર ગાંવ હૈ મેરા, જહાં ચારોં તરફ્ હરિયાલી,...ઔર દિલોં મેં જહાં પ્યાર મિલે, ઉપરોક્ત “ભારતની સંસ્કૃતિ સાબૂત છે, રૂડા પ્રતાપ સામાન્ય માનવીના’ લેખમાં ઉમાશંકર જોશીએ એક સરસ વાત ક્હી છે : “કોઈકે સંસ્કૃતિની વ્યાખ્યા કરી છે કે બધું માણસ પાસેથી છીનવાઈ જાય અને પછી એની પાસે જે શેષ રહે તે સંસ્કૃતિ. કદાચ સરેરાશ ભારતવાસી પાસે ખાસ્સું એવું શેષ રહે છે. કોઈક મને એમના એક મિત્રના હમણાંના અનુભવની વાત કરી. એ મિત્ર, મને બરાબર યાદ હોય તો, વાવાઝોડાથી પરાસ્ત થયેલા આન્ધ્રપ્રદેશના ગ્રામવાસીઓને મદદ કરી રહ્યા હતા. એક નુકસાનગ્રસ્ત ઝૂંપડીમાં એક બાઈની પાસે એ ગયા અને મદદ આપવાની વાત કરી. બાઈએ એટલું જ ક્યું : પાસેની ઝૂંપડીમાં જાઓ, એ બાઈ વધુ મુશ્કેલીમાં છે.’ Jain Education International II For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 162