Book Title: Dhanya aa Aarti Author(s): Nandini Joshi Publisher: Unnati Prakashan View full book textPage 8
________________ ધન્ય આ ધરતી સંત સલ અને સતી તોરલ તણી, ઘરોઘર ગુંજતી દિવ્ય વાણી ભક્ત મેકરણના લાલિયો મોતિયો, બન્યા મૂકસેવક, મૂક પ્રાણી કૈક કવિઓ તણા ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્યસરણી ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હે ધન્ય આ કચ્છ ધરણી’ જે કચ્છનાં ગામડાં સમૃદ્ધિથી છલકાતાં અને કછડો બારે માસ જ્યાં બારે માસ ઉત્પાદન થતું ત્યાં આ દુહો કહે છે તેમ સંતો અને સન્નારીઓ, ભક્તો અને કવિઓ, અને મૂંગા પ્રાણીઓ પૂજાતા હતા. ભારતીય સંસ્કૃતિ ગુણોને બિરદાવે છે. શહેરમાં તો વ્યક્તિના સદ્ગણોને બહાર આવવાની તક નથી મળતી પરંતુ ગામડાં હજ યંત્રોદ્યોગની સંસ્કૃતિથી દૂર હોવાને કારણે ત્યાં ગ્રામજનોની આંતરિક સમૃદ્ધિ ખૂબ ખીલે છે. “ભારત પચ્છમ અછો કચ્છ” કહેનાર ઉમાશંકર જોશીના એક પ્રવચન-લેખનું શીર્ષક યાદ આવે છે : “ભારતની સંસ્કૃતિ સાબૂત છે, રૂડા પ્રતાપ સામાન્ય માનવીના.” - હમણાં એક દૂરના ગામડામાં હું અને બે ભાઈઓ વગર પૈસે કાપડ બનાવવાનું બતાવવા અને શીખવવા ગયાં હતાં. બપોર થયે અમે ત્યાંની શાળાના આચાર્યને ઘેર ગયા. નહીં ઓળખાણ, નહીં પહેચાન, આગળથી સમય લેવાની કે જણાવવાની તો વાત જ નહીં, કોઈ કામકાજ પણ નહીં; છતાં એમના કુટુંબે જે આવકારથી અમને ભજવી દીધાં એ અવિસ્મરણીય છે. એમનાં પત્નીએ પોતાના જમાઈ માટે બનાવેલાં લાપસી અને ભજિયાં અમને પીરસી દીધાં. “મહેમાન ક્યાંથી” બોલતામાં તો એમનું મોં ભરાઈ જતું. એમની આંખોમાંનો પ્રેમ અને મોં પરના ઉલ્લાસની સાત્વિકતા અવર્ણનીય હતાં. મને નોબેલ પારિતોષિક વિજેતા, જેમના અર્પણ-સમારંભમાં કાળા વાવટા થયેલા, અર્થશાસ્ત્રી મિલ્ટન ફીડમેનનું જાણીતું પુસ્તક યાદ આવ્યું જેનું નામ છે : મસ્ત ભોજન જેવું કંઈ છે જ નહીં (ઘેર ઈઝ નથીંગ લાઈક એ ફ્રી લંચ)”! અમેરિકાની એ દરિદ્રતા છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓના સંકજામાં આવ્યા વગરનું સ્વાયત્ત ગામડું શું છે એ ત્યાં જોવા જ મળતું નથી અને તેથી આવું ગામડું કેટલું બધું સમૃદ્ધ, આર્થિક તેમ જ સાંસ્કૃતિક રીતે, હોઈ શકે એની કલ્પના પણ નથી. યુરોપના બધા દેશોમાં ખોરાક ખૂબ મોંઘો છે, ઉત્તરના કલ્યાણરાજ્ય કહેવાતા દેશોમાં તો માંથી વધારે. ખ્યાતનામ શાંતિ-શિક્ષણશાસ્ત્રી નોર્વેના જોહાન ગાદુંગને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162