Book Title: Darshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ૧૦ પ્રાસ્તાવિક તેને સમ્યક્ત્વ કહ્યું છે, એ અહીં વિશેષતા છે. અન્યત્ર તો ત્રણ તત્ત્વમાં કહેલ ત્રીજા ધર્મતત્ત્વમાં અંતિમ બે તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. અહીં આ પાંચેય તત્ત્વોનું નિરૂપણ વિસ્તારથી ક૨વામાં આવ્યું છે. (ગાથા-૧ થી ૫) દેવતત્ત્વ : પહેલા દેવ-તત્ત્વનું નિરૂપણ કરતાં, શ્રી તીર્થંકરના આઠ મહાપ્રાતિહાર્ય તથા ચોત્રીશ અતિશયોથી શોભતા અને અઢાર દોષથી વર્જિત એવા શ્રી અરિહંત પરમાત્મા હોય છે. તેમના અરિહંત, અરુહંત અને અરહંત એ ત્રણેય નામની યથાર્થ વ્યાખ્યા કરીને તેઓને નમસ્કાર, વંદન, સ્તવ, પૂજન અને ધ્યાન ક૨વાનો ઉપદેશ આપ્યો છે. આવા દેવને સુવર્ણ તુલ્ય અને અન્ય દેવોને પિત્તલ જેવા જણાવી સુવર્ણ-પિત્તલને સમાન માનવાથી બચવાનો ઉપદેશ આપ્યો છે. (ગાથા-૫ થી ૧૫) શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ માટે જિનમંદિરનું નિર્માણ અને તેની વિધિ દર્શાવીને તેના અધિકારી શ્રાવકના સાત ગુણો દર્શાવ્યા છે. (ગાથા-૧૬ થી ૨૧) ત્યાર બાદ જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ, અષ્ટપ્રકારી પૂજા, વિધિનું મહત્ત્વ, વંદન-વિધિ, પાંચ અભિગમ, દશત્રિક, આશાતનાનું વર્જન, આદિ જણાવીને દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણ કરનારને થતા લાભ-હાનિનું વર્ણન કર્યું છે. દેવદ્રવ્યની રક્ષા માટે સાધુની તથા શ્રાવકની જવાબદારી ઉપર ભાર મૂકતાં જે કોઈ સાધુ કે શ્રાવક શક્તિ હોવા છતાં દેવદ્રવ્યનો વિનાશ થાય ત્યારે ઉપેક્ષા કરે, તેનો અનંત સંસાર વધે છે અને જે કોઈ રક્ષા કરે તેનો સંસાર અલ્પ થાય છે, યાવત્ તીર્થંક૨૫ણું પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે. (ગાથા-૨૨ થી ૬૧) ધર્મતત્ત્વ ઃ બીજા ધર્મતત્ત્વનું વર્ણન કરતાં સામાન્ય રીતે ધર્મની વ્યાખ્યા કરી શ્રાવકનાં વ્રતોનો નામોલ્લેખ કરી દશ પ્રકારના યતિધર્મનાં નામ દર્શાવ્યાં છે. આવા ધર્મને પામનારા આત્માઓ સદાય અલ્પ હોય છે. કા૨ણ કે, તેને માટે વિશિષ્ટ કોટિની યોગ્યતાઅધિકાર અનિવાર્ય છે. જે આત્મા એકવીશ ગુણોથી યુક્ત હોય તે જ આ દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મનો અધિકારી છે, માટે એકવીશ ગુણો પણ નામપૂર્વક જણાવ્યા છે. (ગાથા-૬૧ થી ૬૮) માર્ગતત્ત્વ : ત્રીજા માર્ગતત્ત્વનું નિરૂપણ કરતાં માર્ગ-પ્રાપ્તિની દુર્લભતા વર્ણવીને શાસ્ત્ર નિરપેક્ષ બનેલા સાધુજનની ઉન્માર્ગપ્રવૃત્તિ અને ઉન્માર્ગોપદેશ તરફ અંગુલી-નિર્દેશ કર્યો છે. તેમાંથી કેટલીક વિગત નીચે મુજબ છે. ૧-સાધુને પણ જિનમંદિર કરવાનો અધિકાર છે, ૨-સાધુને દોષિત પણ વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિ આપવા, ૩-સુવિહિત મુનિઓ પાસે વ્રતાદિ લેનારને રોકવા, ૪-જિનમંદિર તથા જિનબિંબ બનાવવાનો અને જિનપૂજા કરવાનો સાધુનો અધિકાર છે, ૫-જિનમંદિરમાં નિવાસ કરવો, ઈત્યાદિ. ઉન્માર્ગ-પ્રવૃત્તિ કેટલી અહિતકર અને અયોગ્ય છે, તે વાતને યુક્તિ અને ઉક્તિ દ્વારા સમજાવીને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની વાત કરતાં જણાવ્યું છે કે દ્રવ્યસ્તવનો અધિકારી શ્રાવક જ છે, પણ સાધુ નહિ. સાધુ તો ભાવસ્તવનો જ અધિકારી છે. સર્વ સાવધયોગની પ્રતિજ્ઞા કરીને કોઈપણ બહાનાથી દ્રવ્યસ્તવ કરનારો સાધુ ખરેખર મૂઢ છે. ભાવસ્તવમાં જ દ્રવ્યસ્તવનો સમાવેશ થઈ જાય છે, તે છતાં જેને દ્રવ્યસ્તવ 10

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 512