________________
હસ્તપ્રતોનો પરિચય
સંશોધનનું આ કાર્ય હાથ ધર્યું. જેમાં તપાસ કરતાં અલગ-અલગ જ્ઞાન ભંડારોમાંથી અમને પૂ. આચાર્ય શ્રી ચક્રેશ્વરસૂરિજી કૃત સમ્યક્ત્વપ્રકરણ અને પૂ. આચાર્ય શ્રી દેવભદ્રસૂરિજી કૃત દર્શનશુદ્ધિ પ્રકરણ એ બંને ટીકાઓની કુલ ૯ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. જેમાં સમ્યક્ત્વ પ્રકરણ ગ્રંથ ઉપર પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાંથી પ્રત નં. ૧૦૨૧ પ્રાપ્ત થઈ. જેને અમે P સંજ્ઞા આપી છે અને પૂ.આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબામાંથી ૧૨૨૫૬ નંબરની પ્રત પ્રાપ્ત થઈ. જેને K સંજ્ઞા આપી છે. આ બંને હસ્તપ્રતોના આધારે આચાર્ય પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજ કૃત વૃત્તિનું સંશોધન - સંપાદન કરવામાં આવ્યું છે.
પૂ. આચાર્ય શ્રી દેવભદ્રસૂરિજી મહારાજ કૃત દર્શનશુદ્ધિ પ્રકરણ વૃત્તિની પૂર્વ સંપાદિત પ્રત સંપાદન સામગ્રીના અભાવે ઘણી બધી અશુદ્ધિઓ વાળી હતી. એના પુનઃ સંપાદન માટે કુલ ૭ પ્રત પ્રાપ્ત થઈ. જેમાં એક વિ.સં. ૧૨૪૪ની સાલની અતિપ્રાચીન તાડપત્રીય પ્રત પ્રાપ્ત થઈ છે. જે હેમચંદ્રાચાર્ય જૈન ભંડાર પાટણ, સંઘવી પાડાના ભંડારની છે. જેનો પ્રત નં. ૧૪૮ છે એને અમે T સંજ્ઞા આપી છે. એ જ રીતે પાટણ ભંડારની બીજી ત્રણ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. જેના નંબર ૧૪૧૮, ૨૫૯૪...... છે. જેને ક્રમશઃ A, C, B સંજ્ઞા આપવામાં આવી છે. જેમાંની C પ્રત તાડપત્રીય પ્રત ઉપરથી તૈયાર થયેલી છે અને એનો ઉલ્લેખ પણ C પ્રતના અંત્ય ભાગમાં કરવામાં આવ્યો છે. મુખ્યતઃ આ છ પ્રતોનો સંશોધનમાં વિશેષતઃ ઉપયોગ કરવામાં આવ્યો છે. એ જ રીતે પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબાથી ૯૦૧૭ નંબરની પ્રત પ્રાપ્ત થઈ છે. જેને D સંજ્ઞા આપી છે. છેલ્લી બે પ્રતો શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. જેનો પ્રત નં. ૧૦૦૫૧ અને ૨૮૬૯૪ છે. આ બંને પ્રતો પ્રાય A પ્રતને જ અનુસરતી છે.
એકંદરે આ સંશોધનમાં PK,T,A,C,B આ છ પ્રતો સૌથી વધુ ઉપયોગી બની છે અને આ જ પ્રતોના આધારે પાઠાંતરો નક્કી કર્યા છે. જેનો ગ્રંથમાં તે-તે સ્થાને ટિપ્પણમાં સમાવેશ કર્યો છે.
આ ગ્રંથના મૂળ શ્લોકોની એક તાડપત્રીય પ્રત પણ પાટણના ભંડારમાંથી મળી આવી છે. પણ એ પૂર્ણ ન હોવાથી એનો અહીં ઉલ્લેખ કર્યો નથી. જેને Z સંજ્ઞા આપી છે અને કોઈ-કોઈક સ્થાનોમાં પાઠાંતર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવી છે. પૂર્વ સંપાદિત ગ્રંથના પાઠો પણ કોઈ-કોઈક સ્થાનોમાં ટિપ્પણમાં અમે રહેવા દીધા છે. જેને મુદ્રિત M સંજ્ઞા આપવામાં આવી છે.
પ્રત નં.
સંજ્ઞા
ભંડાર
૧૦૨૧
૧૨૨૫૬
P
K
T
A
c
B
૯૦૧૭
D
૧૦૦૫૧ A મુજબ ૨૮૬૯૪ A મુજબ
૧૪૮
૧૪૧૮
૨૫૯૪
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ
શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર - કોબા
ગ્રન્થવૃત્તિ નામ સમ્યક્ત્વપ્રક૨ણવૃત્તિ સમ્યક્ત્વપ્રક૨ણવૃત્તિ દર્શનશુદ્ધિપ્રક૨ણવૃત્તિ દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિ દર્શનશુદ્ધિપ્રક૨ણવૃત્તિ
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર
પાટણ
પાટણ
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર
પાટણ કોબા
દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિ દર્શનશુદ્ધિપ્રક૨ણવૃત્તિ
શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર દર્શનશુદ્ધિપ્રક૨ણવૃત્તિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિ
18
-
-