________________
સંશોધનની દષ્ટિએ અવલોકન
૨૨૯,
ગાથા-૨૦૮ એક પ્રકારે, બે પ્રકારે, છ પ્રકારે એમ જીવના ભેદો વર્ણવતાં T.B,૮ પ્રતમાં નવ્ય
ન્યાયની શૈલીમાં તર્કબદ્ધ રીતે આત્માની સિદ્ધિ કરી આપી છે. જે પૂર્વ પ્રકાશનમાં
ન હતી. જેને કેવું ટીકામાં પહેલી જ વાર મૂકવામાં આવી છે. ગાથા-૨૧૧ ૨૦૮મી ગાથાની ટીકામાં વર્ણવેલ જીવતત્ત્વની સિદ્ધિના પદાર્થનો અમુક અંશ A
પ્રત મુજબની ટીકામાં વર્ણવવામાં આવ્યો છે. જેને ટિપ્પણમાં મૂકવામાં આવ્યો છે. ગાથા-૨૧૪ આ દ્વાર ગાથામાં પ૦ ટીકામાં સંયમની યોનિ તરીકે સત્ય-મનોયોગાદિ વર્ણવ્યા
છે. કારણ કે તેના દ્વારા સંયમ પ્રગટે છે. જ્યારે વેવ માં “સંયમ-સાવઘથી વિરતિ'
અને “યોનિ-ઉત્પત્તિ સ્થાન' બંને દ્વારને જુદાં જુદાં વર્ણવવામાં આવ્યાં છે. ગાથા-૨૨૭, વની હસ્તપ્રતો PK માં આ ચાર ગાથા અને તેની ટીકા જ વર્ણવી નથી. ૨૨૮, જ્યારે રેવની હસ્તપ્રતોમાં A પ્રતમાં ચાર ગાથા અને તેની ટીકા વર્ણવી છે. T.C
પ્રતમાં આ ચાર ગાથા બતાવી નથી અને સૂત્રકારને પણ આ ચાર ગાથા મૂળ ગાથા ૨૩) રૂપે ઈષ્ટ નથી એવું ટીકા ઉપરથી જણાય છે. જે ટિપ્પણમાં મૂકેલા પાઠાંતર
ઊપરથી જાણી શકાય છે. તેમ છતાં A પ્રતમાં મૂકેલી હોવાથી અમે તેનો મૂળગાથા
રૂપે સમાવેશ કરેલ છે. ગાથા-૨૩૧ ૨૧૪ ગાથાની વ.ની ટીકામાં સંયમની યોનિ તરીકે સત્ય-મનોયોગાદિને
વર્ણવ્યા છે. તે પદાર્થને પુષ્ટ કરતી ટુર્વની આ ટીકામાં T.C પ્રતમાં અવતરણિકા
કરવામાં આવી છે, જેને ટિપ્પણમાં મૂકેલી છે. ગાથા-૨૩૭ ન્યાયશૈલીથી સભર ધર્માસ્તિકાયની સિદ્ધિ T,B,C પ્રતમાં કરવામાં આવી છે, જે
માટે ટિપ્પણ જોવું. ગાથા-૨૩૮ ન્યાયસભર ચર્ચા T,C પ્રતમાં કરી છે. જે માટે ટિપ્પણ જોવું. ગાથા-૨૪૫ અંધ રાજપુત્રની કથા TLC પ્રતમાં જુદી રીતે વર્ણવી છે, જે ટિપ્પણમાં આપેલ છે. ગાથા-૨૪૯ ટેવ ટીકામાં આવતી સંપ્રતિ રાજાની કથાનાં ઘણા શ્લોકો T,C પ્રતમાં જુદા છે. જે
ટિપ્પણમાં સમાવ્યા છે. હસ્તલિખિત પ્રતોના આધારે તેવ, ટીકામાં ૧,૧૦૦થી અધિક સ્થાનોમાં શુદ્ધિકરણ તથા વૃદ્ધિકરણો કરવામાં આવ્યા છે. ૫૦ જેટલાં સ્થાનોમાં પૂર્વ પ્રકાશિત પ્રતમાં જ્યાં-જ્યાં મોટાં ગાબડાઓ હતાં, તેની
પૂર્તિ કરવામાં આવી છે. - પૂર્વ સંપાદનમાં અશુદ્ધિને કારણે જે અપદાર્થો થતા હતા, જેનું હસ્તપ્રતોના આધારે શુદ્ધિ-વૃદ્ધિકરણ
કરવામાં આવ્યું છે અને ચોથા પરિશિષ્ટમાં ‘પૂર્વપ્રવાસનસ્થ થવું વિશિષ્ટાડશુદ્ધય:' રૂપે અશુદ્ધિ અને શુદ્ધિને સામસામે મૂકવામાં આવેલ છે.