________________
સંશોધનની દૃષ્ટિએ અવલોકન
પૂર્વ પ્રકાશિત ગ્રંથનું પુનઃ સંપાદન શા માટે કરવાનું થયું એ સહજ રીતે પ્રશ્ન ઊઠે તેવી બાબત છે. જામનગરના સુશ્રાવક હીરાલાલ હંસરાજે પૂ.આ.શ્રી દેવભદ્રસૂરિજી કૃત દર્શનશુદ્ધિપ્રકરણ વૃત્તિ ઈ.સં. ૧૯૧૩માં સંપાદન કરી છપાવી હતી. જેનું મોક્ષકલક્ષી પ્રકાશન દ્વારા ઓફસેટ કરી પુનઃ સંપાદન કરાયું હતું. ત્યારનાં ટાંચાં સાધનોથી સંપાદિત તે ગ્રંથ અત્યંત અશુદ્ધિઓથી ભરપૂર હતો. સાથે સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિ મહારાજ કૃત સમ્યક્ત્વપ્રકરણ ગ્રંથમાં ક્યાંક થયેલી સ્ખલનાઓ (પ્રેસ મિસ્ટેક)ને દૂર કરીને બંને ટીકાઓ એક સાથે અભ્યાસુઓને મળી રહે.જેથી પદાર્થનું દરેક દૃષ્ટિથી મૂલ્યાંકન કરી શકાય અને સમજવામાં ઘણી સુગમતા ઊભી થાય. આ આશયને લક્ષમાં લઈને મૂળગાથાને એક જ વાર ગોઠવી બંને ટીકાઓની ગૂંથણી અત્રે કરવામાં આવી છે. પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજે રચેલ સમ્યક્ત્વપ્રક૨ણ વૃત્તિનો મહદ્ અંશ કથાઓની ભરપૂર છે. ગ્રંથના કદને લક્ષમાં લઈને તે કથાઓનો સમાવેશ પ્રસ્તુત સંપાદનમાં ક૨વામાં આવ્યો નથી. માત્ર તે-તે કથાનું નામ અને તેના વિષયનો સમાવેશ પરિશિષ્ટ ૭માં કરવામાં આવ્યો છે. કથારસિક અભ્યાસુઓએ પ્રતાકારે સંપાદિત સમ્યક્ત્વપ્રકરણ વૃત્તિમાંથી એ કથાઓ જોઈ લેવી.
પાંચ તત્ત્વમાં વહેંચાયેલા આ ગ્રંથમાં ૧ થી ૫ ગાથામાં ભૂમિકા, ૬ થી ૬૦ ગાથામાં દેવતત્ત્વ, ૬૧ થી ૬૮ ગાથામાં ધર્મતત્ત્વ, ૬૯ થી ૧૧૪ ગાથામાં માર્ગતત્ત્વ, ૧૧૫ થી ૨૦૬ ગાથામાં સાધુતત્ત્વ અને ૨૦૭થી ૨૬૫ ગાથામાં તત્ત્વતત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. છેલ્લે ૨૬૬ થી ૨૭૧ ગાથામાં ઉપસંહાર કરવામાં આવ્યો છે. સંશોધનની દૃષ્ટિએ જેટલી વિશેષ બાબતો અમને સૂચવવા જેવી લાગી છે. તે ગાથાક્રમે અહીં બતાવવામાં આવી છે.
ગાથા-૨૧
ગાથા-૪૯
ગાથા-૫૪,
૫૫,
૫૬,
૫૭
ગાથા-૧૦૧
ગાથા-૧૦૩
જિનભવનનું નિર્માણ કોણ કરી શકે એના અધિકારીનાં લક્ષણો બતાવ્યાં છે. એ લક્ષણાવલી અહિં પૂરી બતાવી નથી, જે અમે પંચાશક અને દ્રવ્યસપ્તતિકાની ટીકાના આધારે પૂર્ણ કરીને મૂકી છે.
A પ્રતમાં જિનાલય સંબંધી ૮૪ આશાતનાઓ બતાવવામાં આવી છે, પણ T,B,C પ્રતમાં તે વર્ણવાયેલી જોવા મળી નથી.
જિનદ્રવ્યના ભક્ષણથી થનારા અપાયો આદિનું વર્ણન કરતાં પ ટીકામાં ગાથા ચતુષ્ટય બતાવી છે. જ્યારે વેવ ટીકામાં ૫૪,૫૫,૫૬ ત્રણ ગાથાને સાથે બતાવી ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરતાં સાધુને અનંત સંસારીપણું થાય છે, તે ૫૭મી ગાથામાં અલગ અવતરણિકા કરીને બતાવ્યું છે
T,C પ્રતના આધારે ટીકામાં ઉમેરો કરવામાં આવ્યો છે.
7 સે અસ્થિળો વડ્ડયા આજ્ઞાના અર્થી જીવો ઘણા નથી. તે જ પદાર્થને ઉપદેશપદની ટીકામાં ન શ્રેયોઽર્થિનો વહવ: ( સેયસ્થિળો વહુવા) નિર્વાણના અભિલાષી જીવો બહુ નથી. આ રીતે સ્પષ્ટ કરેલો છે.
19