________________
ગ્રંથકાર - ટીકાકાર મહાપુરષોનો પરિચય
ત્રીજી વૃત્તિનો પ્રારંભ પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજે કર્યો અને તેની પૂર્ણાહૂતિ વિ.સં. ૧૨૭૭માં તેમના શિષ્ય પૂ. આચાર્ય શ્રી શિવપ્રભસૂરિના શિષ્ય શ્રી તિલકાચાર્યએ કરી. જેનો ઉલ્લેખ પ્રશસ્તિમાં કરવામાં આવ્યો છે. “1'પ્રગુરુએ આ ગ્રંથ પર આરંભ માત્ર કરેલી વૃત્તિ તેમના પાદપબના સ્મરણ તેજ વડે મુગ્ધધીવાળા એવા મેં પૂર્ણ કરી.'
આ વૃત્તિના પ્રારંભકર્તા પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજે સિદ્ધાંતોદ્ધાર નામના ગ્રંથરત્નની રચના પણ કરેલી છે, તો પૂર્ણાહૂતિને કરનાર પૂ.શ્રી તિલકાચાર્યજીએ તો 19દશવૈકાલિક સૂત્રવૃત્તિ, જિતકલ્પવૃત્તિ, આવશ્યકવૃત્તિ, સામાચારી, શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રવૃત્તિ, સાધુપ્રતિક્રમણ-સૂત્રવૃત્તિ, પાક્ષિક-સૂત્રાવચૂરિ, પાક્ષિકક્ષામણકાવચૂરિ, શ્રાવકપ્રાયશ્ચિત સામાચારી, પૌષધિક પ્રાયશ્ચિત સામાચારી, ચૈત્યવંદના લઘુવૃત્તિ, પત્તેયબુદ્ધચરિયું વગેરે અનેક ગ્રંથરત્નોની રચના કરી છે. શ્રી તિલકાચાર્યજીની પ્રત્યેક કૃતિઓ પ્રાસાદિક છે અને વિદ્વદ્ મૂર્ધન્યોના મસ્તકોને પણ ધૂણાવે તેવી છે. પરંતુ એમના નૂતન પર્ણિમયક ગચ્છની માન્યતાઓના મંડનની એક પણ તક એમણે જતી કરી નથી, જે એમના ગ્રંથોની પ્રામાણિકતા ઉપર અમુક અંશે પ્રશ્નચિહ્નો મૂકનાર બની છે.
આ વૃત્તિમાં પદાર્થોના વિશદ નિરૂપણ ઉપરાંત પ્રસંગાનુરૂપ સુવિસ્તૃત દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. જેનું સંશધન વર્ષો પૂર્વે પરમ પૂજ્ય પંન્યાસ શ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજે (ત્યારે પૂ. મુનિરાજ) કર્યું હતું અને સન્માર્ગ પ્રકાશનના અન્વયે તેનું પ્રતાકારે પ્રકાશન થયું હતું. અત્રે આ વૃત્તિમાં ગ્રંથ વિસ્તારના ભયથી તે દૃષ્ટાંતોનો સમાવેશ કર્યો નથી. જેમને પણ દષ્ટાંતો જોવા-વાચવા હોય તેઓ એ પ્રતાકાર પ્રકાશનમાંથી જોઈવાચી શકે છે.
પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિજી કૃત ટીકા સમ્યકત્વપ્રકરણના નામે ખ્યાતિને પામી છે. જેનો ઉલ્લેખ પૂ.શ્રી તિલકાચાર્યજી ટીકાના અંત ભાગમાં કરી રહ્યા છે. “સમ્યકત્વપ્રકરણ એ પ્રસિદ્ધ નામે બોલાવાતી ટીકાને સર્વે ભવ્યો પઠન કરો.” જ્યારે પૂ.શ્રી વિમલગણી અને પૂ.આ.શ્રી દેવભદ્રસૂરિજીએ પોતાની વૃત્તિને ‘દર્શનશુદ્ધિ પ્રકરણ' નામે ટીકાના આદિ અને અંત્ય ભાગમાં ઉલ્લેખિત કરેલ છે.
અત્રે પ્રાચીનતાની અપેક્ષાએ પૂ. આચાર્ય શ્રી દેવભદ્રસૂરિજી કૃત દર્શનશુદ્ધિપ્રકરણ વૃત્તિ વધારે પ્રાચીન છે તેમ છતાં કદની અપેક્ષાએ નાની હોવાથી પૂ. આચાર્ય શ્રી ચક્રેશ્વરસૂરિજીએ પ્રારંભ કરેલી અને પૂ.શ્રી તિલકાચાર્યજીએ પૂર્ણ કરેલી સમ્યકત્વપ્રકરણ વૃત્તિને વ. ના નામે પહેલાં મૂકેલી છે. પછી પૂ.આ.શ્રી દેવભદ્રસૂરિજી કૃત વૃત્તિને રેવના નામે ગ્રહણ કરેલી છે.
20આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તૃક એક વૃત્તિ અને બીજી એક ટીકા પણ મળે છે. તેમાંથી એક વૃત્તિ ૧૨000 શ્લોક પ્રમાણ છે અને જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી કથાઓથી વિભૂષિત છે.
17. 'सोऽहं वृत्तिं प्रगुरुभिरिमां कर्तुमारब्धमात्रां तत्पादाब्जस्मरणमहसा मुग्धधीरप्यकार्षम्' । 18- જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૪ પાના નં. ૧૮૮ 19- જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૨ પાના નં. ૫૦૦ 20- જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૪ પાના નં. ૨૧૦