________________
ગ્રંથકાર – ટીકાકાર મહાપુરુષોનો પરિચય
આ ગ્રંથની રચના પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજે કરી છે. જેઓ વડગચ્છના પૂ.આ.શ્રી સર્વદેવસૂરિજી મહારાજના આઠ આચાર્યોમાં મુખ્ય આચાર્ય શ્રી જયસિંહસૂરિજી મહારાજના શિષ્ય હતા. તેઓશ્રી સમર્થ વિદ્વાન અને વાદી હતા. તર્કશાસ્ત્રમાં અસ્ખલિત બુદ્ધિનો પ્રચાર ધરાવતા હતા. એ તેઓશ્રી દ્વારા નિર્મિત 1પ્રમેયરત્નકોષ ગ્રંથના નિરીક્ષણ વડે જાણી શકાય છે.
પૂ.આ.શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજનું વ્યક્તિત્વ કેટલું વિશિષ્ટ હતું તે માટે તેમના પ્રશિષ્યના પ્રશિષ્ય પૂ.આ.શ્રી. અજિતપ્રભસૂરિ મહારાજે વિ.સં. ૧૩૦૭ની સાલમાં રચેલ શાંતિનાથ ચરિત્રની પ્રશસ્તિના ઉલ્લેખ દ્વારા જણાય છે. ‘2ચંદ્રાવતીનગરીના નવગૃહ ચૈત્યમાં શ્રી ઉપદેશમાલા ટીકાનું પઠન કરતાં પૂ.આ.શ્રી જયસિંહસૂરિજી મ.ને ચૈત્યવાસથી વૈરાગ્ય થયો અને પોતાના વૈરાગ્યના ઉપદંભન માટે સમર્થ એવા પોતાના શિષ્ય પૂ.આ.શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજનો આશ્રય કર્યો' આ ઘટનાને એમના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ
ઘટના તરીકે આલેખી શકાય.
આપણા આ ગ્રંથકાર શ્રી વડગચ્છમાં સૌથી મોટા હતા અને પૂ.આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ તેઓના લઘુગુરુભ્રાતા હતા. જેમના દ્વારા રચિત ઉપદેશપદ વૃત્તિ, ધર્મબિંદુ વિવરણ, અનેકાંતજયપતાકા ટીકા વગેરે ૨૫ જેટલી કૃતિઓ વિજ્જનરૂપી ચકોરોને માટે ચંદ્રની ગ૨જ સારે તેવી છે. ૐતેઓ પરમ શાંત, ત્યાગી અને લોકપ્રિય હતા. એમની લોકપ્રિયતાએ નવા ગચ્છને જન્મ દેવાનું કારણ આપ્યું.
વિ.સં. ૧૧૪૯નું એ વર્ષ હતું. એક શ્રાવકે મોટા આચાર્યશ્રીને વિનંતી કરી કે, ‘મારે પ્રતિષ્ઠા કરાવવી છે માટે આપ પૂ.આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજને આજ્ઞા આપો. જેથી તેઓ ત્યાં આવીને મારું આ કાર્ય સિદ્ધ
કરી આપે.’
પૂ.આચાર્ય શ્રી ચંદ્રપ્રભસૂરિને આ વિનંતી પોતાના અપમાન સ્વરૂપ ભાસી તેમને એમ લાગ્યું કે, આ શ્રાવક આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજીને લઈ જવા રાજી છે પણ અમને લઈ જવાની તેની ઈચ્છા નથી. આથી જ અમારે આચાર્યશ્રીને પણ ત્યાં મોકલવા ન જોઈએ અને શ્રાવકને જવાબ આપ્યો કે, ‘મહાનુભાવ ! પ્રતિષ્ઠા એ સાવઘક્રિયા છે, તે શ્રાવકની ક્રિયા છે. સાધુની એ વિધિ નથી માટે આચાર્ય મુનિચંદ્રસૂરિજી ત્યાં નહિ આવે.'
પૂ.આચાર્ય ચંદ્રપ્રભસૂરિજીએ આ રીતે ‘સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે, પક્ષ્મી પૂનમે કરવી, છમાસી ન હોય, છ મહિના પહેલાં ઉપસ્થાપના ન કરવી' આવી નવી પ્રરૂપણા કરી. બીજા સુવિહિત આચાર્યોએ તેમની આ નવી પ્રરૂપણા સામે વિરોધ ઊઠાવ્યો, આથી પૂ.આ. ચંદ્રપ્રભસૂરિજી વિ. સં. ૧૧૪૯માં પોતાના પરંપરાગત ગચ્છથી જુદા પડ્યા અને વિ.સં. ૧૧૫૯માં નવા ‘પૂનમિયા ગચ્છ’ની સ્થાપના કરી અને તેમની શિષ્યસંતતિ
1- जैन श्वेतांम्बर गच्छों का संक्षिप्त इतिहास भाग - २ पाना नं. ९३२
2- चन्द्रावतीनगर्यां नवगृहचैत्ये श्रीमदुपदेशमालाटीकां संदृभ्यतश्चन्द्रगच्छीय-श्रीजयसिंहसूरेश्चैत्यवासतो वैराग्यं समुज्जागरितम्, उद्भूताऽद्भुतवैराग्यश्च स स्ववैराग्योपष्टम्भनक्षमं श्रीचन्द्रप्रभसूरिं संशिश्रियिवान् ।
3- જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૨ પાના નં. ૪૯૫
14