Book Title: Dainik Bhaktikram Author(s): Satshrutseva Sadhna Kendra Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 7
________________ છે કે આવા આયોજનથી સૌને ભક્તિક્રમ આરાધવામાં સરળતા પડશે. આ સમગ્ર કાર્યકલાપમાં આશ્રમના સાધક-સેવા પ્રેમી સર્વશ્રી મથુરભાઈ બારાઈ, હરનીશભાઈ શાહ, રમણીકભાઈ શેઠ, બહેનશ્રી કાંતાબહેનનો પ્રેમ પરિશ્રમ તથા સર્વશ્રી ભાનુભાઈ હિરલાલ દેસાઈ, વસનજીભાઈ, શશીબેન બગડિયા અને રજનીભાઈનો અર્થસહયોગ પ્રાપ્ત થયો છે. આ પ્રશંસનીય અને સ્વપર-હિતકારી સત્કાર્ય માટે તેઓ સૌ ખરેખર ધન્યવાદને પાત્ર છે, અને આ પુસ્તિકાનું સર્વાંગસુંદર છાપકામ સમયસર કરી આપનાર શારદા મુદ્રણાલયનો પણ અમે આભાર માનીએ છીએ. આ પુસ્તિકાના પ્રકાશનમાં કોઈપણ પ્રકારની ત્રુટિઓ રહી ગઈ હોય તો પાઠકગણ ઉદારદિલ રાખી ક્ષમ્ય ગણશો અને આપનાં કોઈ સૂચનો હોય તો સંસ્થા ઉ૫૨ લખશોજી, જેથી ભાવિ આવૃત્તિમાં તેને યથાયોગ્ય સ્થાન આપી શકાય. ભક્ત-સાધકો અને જિજ્ઞાસુઓને આ પુસ્તિકા પોતાના ભાવોની શુદ્ધિ સાધવામાં ઉપયોગી અવલંબન બનો એ ભાવના સહિત. ગુરુપૂર્ણિમા, વિ.સં.૨૦૪૮ તા. ૧૪-૧-૯૨ લિ. વિનીત, સત્ક્રુત પ્રકાશન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 392