________________
આ ત્રીજી આવૃત્તિ તૈયાર કરવામાં, પ્રૂફ તપાસવાથી માંડીને સમુચ્ચય આયોજનમાં, સ્વયંભૂ રુચિથી પ્રેરાઈને પ્રેમપરિશ્રમ કરનાર આપણા સીનીયર મુમુક્ષુ ભાઈશ્રી મહેન્દ્રભાઈ કે. બંધારને, સમિતિ અનેકશ: ધન્યવાદ પાઠવીને તેમનો આભાર માને છે. વળી આ કાર્યમાં અન્ય સાધકો - મુમુક્ષુઓએ પણ તન-મન-ધન-સમય-ભાવથી પોતાનો સહકાર આપેલ છે તે સૌનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને અર્થસહયોગી દાતાઓની શુભનામાવલિ આભાર સહિત પુસ્તકમાં અન્યત્ર પ્રગટ કરેલ છે.
શક્ય તેટલી તમામ કાળજી લેવા છતાં મતિમંદતાને લીધે ક્ષતિઓ રહી ગઈ હોય તે તથા અન્ય સૂચનો સુજ્ઞ વાંચકો ક્ષમા કરવા સાથે જણાવશે તો હવે પછીની આવૃત્તિમાં આવરી લેવાશે.
અંતમાં, સૌ જિજ્ઞાસુ-મુમુક્ષુઓને આ નિત્યક્રમ તેમની સાધનામાં વધુ ને વધુ ઉપયોગી થાય અને ભાવવિશુદ્ધિ પ્રાપ્ત કરીને સૌ આત્મકલ્યાણના માર્ગે આગળ વધે તેવી સંભાવના સાથે,
ચૈત્ર સુદી ૧૩, ૨૦૧૮ ભગવાન મહાવીરનું ૨૬૦૦મું જન્મકલ્યાણક તા. ૨૧-૪-૨૦૦૨
વિનીત સાહિત્ય પ્રકાશન સમિતિ, સત્કૃત સેવા સાધના કેન્દ્ર
કોબા-૩૮૨OO૯
Jain Education International
For Private Dersonal Use Only
www.jainelibrary.org