Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ તૃતીય આવૃત્તિ સાધકોની સાધનામાં નિયમિત રૂપે ઉપયોગી થાય તે હેતુથી આ દૈનિક ભક્તિકમની પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૨માં પ્રકાશિત થયા પછી, તે તુર્ત જ ખલાસ થઈ જતા, માત્ર ત્રણ વર્ષમાં જ બીજી આવૃત્તિ સુધારાવધારા સાથે ડબલ પ્રત સંખ્યાની બહાર પાડેલ. તેમાં મુખ્યપણે, ૬૦ જેટલા પ્રકીર્ણ પદો અંતમાં ઉમેરેલ, કે જે ભક્તિ માટે ઘણા ઉપયોગી અને સર્વપરિચિત હતા. કેટલાક સમયથી આ બીજી આવૃત્તિની પ્રતો પણ ખલાસ થઈ જતા, સાધકોની સતત માંગને પહોંચી વળવા આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરતા અમો પ્રસન્નતા અનુભવીએ છીએ. આ આવૃત્તિમાં અગાઉની બંને આવૃત્તિની ભૂલો સુધારવા ઉપરાંત, ૪૦ જેટલા વધારાના પ્રેરણાદાયી અને ગેય પદો અંતમાં આવેલ પ્રકીર્ણપદ વિભાગમાં ઉમેરેલ છે. વળી, આગળની અનુક્રમણિકામાં સાતેયવારના સવાર-સાંજના નિત્યક્રમને વિસ્તારીને પદોના નામ પણ લખેલ છે, જેથી સાધકોને અનુસંધાનમાં સરળતા રહે. તે જ આશયથી, પદોની કક્કાવારી પણ પુસ્તકના અંતે આપેલ છે. મુફ તપાસતી વેળાએ શક્ય હોય ત્યાં સુધી મૂળ સ્રોત સાથે સરખાવીને સુધારેલ છે, જેથી પહેલાની રહી ગયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય. Jain Education International For Private Gersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 392