Book Title: Chetnani Bhitarma
Author(s): Sunandaben Vohra
Publisher: Anand Sumangal Parivar

View full book text
Previous | Next

Page 8
________________ મૂળધર્મની રૂપરેખા ૧. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: તત્ત્વાર્થ સૂત્ર ધર્મચેતના એ ગુપ્ત અને ઈદ્રિયાતીત રહસ્ય છે. તે બુદ્ધિ, તર્કવિતર્ક કે વાદથી સમજમાં આવતું નથી અને એથી લોકો કયાં તો તેને ઓઘ દષ્ટિ વડે ધર્મ માને છે અથવા તેનાથી સાવ વિમુખ થઈ જાય છે. અભ્યાસ કે ગુરુગમની ફુરસદ કે રુચિને અભાવે ઉત્તમ “સતું' પ્રાપ્ત થવા છતાં જીવન વ્યર્થ દોડમાં પૂરું થઈ જાય છે. ઈદ્રિયજન્ય અથવા બુદ્ધિજન્ય વિષય કે પદાર્થનો નિર્ણય માનવી તત્ક્ષણ કરી લે છે. કારણ કે એને એવો અભ્યાસ છે. જેમકે કાચી કેરી ખાટી છે, પાકી કેરી ગળી છે, તે મને ગમે છે કે નથી ગમતી ઈત્યાદિ. તે એમ નથી વિચારતો કે આ તો ઘણી જ સ્કૂલ બુદ્ધિનું કાર્ય છે. ધર્મના ગુણોને જાણવા જેટલી સૂક્ષ્મતા, સરળતા અને ક્ષમતા ન હોવાથી ધર્મને એટલે કે પોતાના જ અસ્તિત્ત્વને નકારે છે. વળી કેટલાક ધર્મનો જીવનમાં અમુક કર્મ-ક્રિયારૂપે સ્વીકાર કરે છે, તે પુણ્યનો સંચય જરૂર કરે છે, પણ તે આત્માર્થ નથી; પરંતુ જે સાચી જ્ઞાનયુક્ત ધર્મ-ક્રિયા કરે છે તે પોતાના શુદ્ધ અસ્તિત્વને પ્રગટ કરી જગતના કંદ્રથી મુક્ત થાય છે. શુદ્ધ અસ્તિત્ત્વ તેના સહજ ગુણો વડે સમજમાં આવે છે. નિર્મળતા વડે અનુભવમાં આવે છે. તે માટે જીવનશુદ્ધિ, ચિત્તશુદ્ધિ, મન-વચનકાયાના યોગોની શુદ્ધિ, આચાર શુદ્ધિ અને આહાર શુદ્ધિ તે તેના અંગો છે. વ્યસની કે પરાધીન માનવ ધર્મને કેમ પામી શકે ? સ્થળ પદાર્થોનું ગોદડું જાડું બનાવીને સોડ તાણીને એ સૂતો છે, એટલે તેને ઝાંઝવાના નીરની જેમ અસતુમાં સતુની ભ્રાંતિ થઈ છે અને અસત્ પકડવા નિરર્થક દોડયો જાય છે. વાસ્તવમાં તે સ્વયં અસતુની બેડીમાં જકડાઈ જાય છે. એ બેડીને શાસ્ત્રકારોએ કર્મ, દુઃખ, અજ્ઞાન કે અવિદ્યા કહી છે. વિચારકોએ એને જટિલતા અને કુટિલતા કહી છે. કોઈ તત્ત્વચિંતકોએ તેને સંસ્કારયુક્ત મન-ચેતના કહી છે. વાસ્તવમાં તે નીચી કક્ષાનાં નિર્માલ્ય પરિબળો છે તેને સમજીને તેમાંથી બહાર નીકળવું તે માનવજીવનનું સાફલ્ય છે. જે તત્ત્વથી આત્મા સંસારથી મુક્ત થાય તે ધર્મ છે. હું નિશ્ચયથી આત્મસ્વરૂપ છું આવી શ્રદ્ધા ધર્મનું મૂળ છે. ભગવાન ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ સૂત્રના માંગલિકરૂપ પ્રથમ શ્લોકમાં દર્શાવ્યું છે કે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ : આરાધનાના માધ્યમથી ત્રણ ભેદ છે. શુદ્ધ પરિણામરૂપે આ રત્નત્રય અભેદ છે. આ ત્રણેની આંશિક અભેદ પરિણતિ સાતમા ગુણ સ્થાનકે નિર્વિકલ્પતાએ પરિણામરૂપ હોય છે, કેવળજ્ઞાન થતાં તે પૂર્ણ અભેદતા પામે છે. આથી ધર્મનું મૂળ આ ત્રણ ગુણમાં રહેલું છે. તેની પાત્રતા માટે માર્ગાનુસારિતાના ગુણો વિવિધ તપ, જપ, અનુષ્ઠાન મૈત્રી આદિભાવના, દાનાદિધર્મ એમ અનેક પ્રકાર આગમપ્રણિત છે. આ રત્નત્રયરૂપ ધર્મ ગુરુગામે પ્રાપ્ત થાય છે. એ આત્માના શુદ્ધ પરિણામ છે. નવતત્ત્વના મર્મને જેમ છે તેમ જાણવા, શ્રદ્ધવા તે સદગુરુબોધે શક્ય છે. (૧) સમ્યગ્દર્શન : આત્માની સ્વરૂપમય રૂચિ કે શ્રદ્ધાનો ગુણ છે. તે મોહજનિત આવરણથી મિથ્થારૂપે પરિણમે છે. જીવ જડચેતનના ભેદને સમજી શકતો નથી. દેહાદિને પોતાના માને છે આત્માના સ્વરૂપથી અજ્ઞાન રહે છે. દેહાદિ વિનાશી તત્ત્વો છે. ચેતના લક્ષણથી ભિન્ન છે. તેમાં પુણ્યયોગે સુખનો આરોપ કરી જીવ કર્મથી બંધાય છે. જ્યારે સદ્ગુરુ બોધે તેને બંનેનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે ત્યારે તે આત્મસ્વરૂપની શ્રદ્ધા વડે સમ્યગુષ્ટિ પામે છે. દેહાદિના મોહજનિત ભાવોને છોડે છે. સમ્યગ્દર્શન ગુણ વડે સ્વરૂપનું લક્ષ્ય કરી જડ-ચેતનનો ભેદ સમજી સમ્યગુધર્મ પામે છે. આથી કોઈ પણ ધર્મભાવનું સેવન સમ્યગુદર્શનના અસ્તિત્વમાં જ સત્યતા પામે છે. શુદ્ધ પરિણામ વડે મોક્ષલક્ષી નિર્જરા પામે છે. સમ્યગુ શ્રદ્ધાની પ્રાપ્તિ દુર્લભ એટલે છે કે અનાદિકાળના સંસ્કારો 10

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 214