________________
સુંવાળી ખુરશી પર બેસીને ટેબલ પર ભોજનની થાળીમાંથી સ્વાદપૂર્તિ થતી હોય, તે તે પદાર્થોની ગંધમાં લહેર આવતી હોય, સામે રંગીન ટીવીમાં સીનેમા જોવાતો હોય, ગીતો સંભળાતાં હોય, આમ જીવ કેવળ કર્મધારામાં નિરંતર જીવતો હોય છે. છતાં તૃષ્ણા મરતી નથી પણ પુષ્ટ થાય છે. એવી ને એવી દોડમાં યમદૂતનું તેડું આવીને ઊભું રહે છે, ત્યારે જે પદાર્થોને તેણે મારા કરીને પરિચય આપ્યો હતો, જેમાં મોટાઈ માની હતી, સુખ માન્યું હતું તેમાંની એક રજકણ, રત્નાદિ કે ચેતન એવા સ્ત્રીઆદિ કોઈ સાથે આવે તેવી વ્યવસ્થા નથી અને જીવને એકલાને સંસારયાત્રાએ નીકળવું પડે છે.
આ સર્વ ઈંદ્રિયને વશ મન વિષયોને ગ્રહણ કરે છે. પ્રાપ્ત થયેલા વિષયો ટકી રહે તેવું પ્રયોજન જીવ યોજે છે. ભોજન, વસ્ત્ર, પાત્ર, ધન, સ્ત્રી, મિત્ર ઈત્યાદિ વિષયો ઈંદ્રિય સન્મુખ ન હોય ત્યારે, તેની સ્મૃતિ માત્રથી પણ વિષયોમાં આનંદ માણે છે. આ સર્વ કર્મચેતનાના પ્રવાહો છે.
આમ જીવ વિષયોમાં તદાકાર થઈ સદ્ધર્મથી વિમુખ રહે છે અને તેથી કર્મપ્રભાવની પ્રબળતા વધતી રહે છે. તેને પરિણામે આ જન્મમાં આત્માસત્ સુખથી વંચિત રહે છે. ધર્મનો અધિકારી થતો નથી અને પુનર્જન્મમાં તે તે કર્મનાં પરિણમો ભોગવે છે. તેના પ્રકારો કોઈ હોસ્પિટલમાં, સ્મશાનયાત્રામાં, અનાર્યભૂમિમાં અને કંગાલિયતમાં દૃષ્ટિગોચર થાય છે પણ તે સામાન્ય માનવની દૃષ્ટિમાં આવતાં નથી વળી અકલ્પ્ય દુઃખો તો વર્ણવી શકાય તેવાં નથી. કેવળ આવાં દુઃખોથી ભય પામી વિષયોથી દૂર રહેવું તે તો પ્રાથમિક સામાન્ય ઉપાય છે, પરંતુ જીવનું જ્ઞાનસ્વરૂપ તથા અનંતશક્તિ જે આવરણયુક્ત છે, તેને પ્રગટ કરવાનો ધર્મ તે યથાર્થ ઉપાય છે.
૭ મનુષ્યને દુઃખ ગમતું નથી છતાં શા માટે તેનાથી મુક્ત થવા ઈચ્છતો નથી ?
આત્મા મનુષ્યદેહ સિવાય અન્ય તિર્યંચ યોનિમાં જ્યાં કવચિત્ શાતા-સુખ અને પ્રાઃયે દુઃખ છે, છતાં તે પ્રાણીઓ દુ:ખમુક્તિનો ઉપાય કરી શકતાં નથી. એવી પરાધીન પ્રાપ્તપરિસ્થિતિને મૂંગે મોઢે
૧૩૨
સહી ક્રમથી વિશુદ્ધિ કરે છે. મનુષ્યને સંસારમાં જ્યાં અનુકૂળતા છે ત્યાં તો દુઃખના મૂળ સ્વરૂપને તે સમજતો નથી. વળી આશાતૃષ્ણાની જળો એને એવી ચોંટી છે કે તે હજુ વધુ સાધન-સંપત્તિ મેળવવા જ મથે છે. જે મનુષ્યને સંસારમાં પ્રતિકૂળતા છે તેને દુઃખ માની સંસારના ભૌતિક ઉપાયો વડે દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે. માનવદેહધારીએ પોતાના કે પરિવારના નિર્વાહ માટે, અર્થ માટે પુરુષાર્થ કરવો જરૂરી છે, પણ જ્ઞાનીપુરુષ એમ કહે છે કે તે સુખનો માર્ગ નથી. દીર્ઘકાલીન અભ્યાસવશ, લોકસંજ્ઞા વડે કે સુખ-દુ:ખની વ્યાખ્યા કરી તેવાં સુખો પ્રાપ્ત કરવા તે પુરુષાર્થ કરે છે. જ્ઞાની પુરુષના સંગ વગર સાચા સુખનો બોધ પ્રાપ્ત થવો અસંભવ છે. અસત્સંગના પરિબળે સુખી થવા ઈચ્છતો મનુષ્ય પણ દુઃખને પ્રાપ્ત કરે છે. તે ધર્માદિ પુરુષાર્થનો ક્રમ સમજતો નથી. ધર્મસન્મુખ પુરુષાર્થ સુખનું નિમિત્ત બને છે.
સંસારના કોઈ ખૂણામાં એકાંત સુખ હોત તો મહાવીર કે બુદ્ધ જેવા મહાત્માઓએ નગરમાં કે મહેલમાં અથવા વિપુલ સમૃદ્ધિ કે સૈન્યના બળે એક ખૂણો શોધી કાઢયો હોત. ચરમશરીરી એવા તીર્થંકરાદિને પણ લોકસંજ્ઞાએ ગણાતા ભૌતિક સુખનો ત્યાગ કરી મોક્ષમાર્ગની પ્રક્રિયામાં પ્રવર્તવું થયું તે જગતના જીવો માટે બોધરૂપ છે અને સહેતુક છે.
જેમ કુશળ વૈદ્ય રોગનું નિદાન કરી રોગીને તેનો ઉપાય બતાવે છે તેમ, જ્ઞાની પુરુષોએ સંસાર દુઃખ મટવાનો ઉપાય પ્રથમ સ્વયં યોજીને પછી જગત સમક્ષ મૂક્યો છે, પણ જે જીવો હજી ભ્રમમાં છે તેમને આવા ઉપાય પરત્વે રુચિ થતી નથી. અરે ! તે જીવો તો ધર્મ નામનું કોઈ તત્ત્વ છે તેવું હજી વિચારતા નથી. અને તેથી દુઃખથી મુક્ત થવાનો સાચો ઉપાય યોજતા નથી. ભલે તેઓ તેમ જીવે તેથી કંઈ જગતમાં જ્ઞાનસ્વરૂપ પરમાત્માએ પ્રગટ કરેલો સુખનો માર્ગ છે તે અપ્રગટ થવાનો નથી. મેલેરિયાનો દર્દી મીઠાઈ મુખમાં મૂકીને કહે કે મીઠાઈ કડવી છે તેથી કંઈ મીઠાઈ તેનો ગુણ ત્યજી દેતી નથી. ♦ ઈંન્દ્રિયજન્ય વિષયોમાં સુખાભાસ :
સંસારનાં વિવિધ સાધનો અને પ્રકારોમાં ઈન્દ્રિયજન્ય વિષયોથી
૧૩૩