Book Title: Chetnani Bhitarma
Author(s): Sunandaben Vohra
Publisher: Anand Sumangal Parivar

View full book text
Previous | Next

Page 11
________________ • ધર્મ, જીવનવિમુખતારૂપી અંધકારમાં પ્રકાશ સમાન છે. • ધર્મ, સંસારરૂપી વનમાં રખડતા જીવનો ભોમિયો છે. • ધર્મ, વાસનાયુક્ત સંતપ્ત જીવો માટે ચંદન સમાન છે. • ધર્મ, દરિદ્રતા, સંતાપ આદિ દુઃખોને હરનાર છે. • ધર્મ વડે જગતના અલ્પ સુખો પ્રાપ્ત થાય છે. • ધર્મ, મુખ્યત્વે દયા આદિ વડે આચારમાં આવે છે. • ધર્મ વડે માનવી મહાન ગણાયો છે. • ધર્મ વડે જગત ટક્યું છે. • ધર્મ, પ્રભુના હૃદયનો મર્મ છે. ધર્મ વડે સત્ય, સદાચાર, સંપત્તિ, સંતોષ ટકે છે. ધર્મ, જીવનની સંકીર્ણતા દૂર કરી ભાવનાને વિસ્તીર્ણ કરે છે. • ધર્મ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાની ભાવના છે. • ધર્મ મોક્ષ-મુક્તિનો ધોરી માર્ગ છે. • ધર્મ, અસમાંથી સમાં લઈ જાય છે. ધર્મ, અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે ગમન કરાવે છે. ધર્મ, મૃત્યુમાંથી અમરતા પ્રત્યે લઈ જાય છે. ધર્મ, વડે દીનતા-હીનતા દૂર થાય છે. • ધર્મ, વડે તૃષાતુરની તૃષા છીપે છે. • ધર્મ, વડે બુદ્ધિ સ્વચ્છ થાય છે. • ધર્મ, વડે જીવન-આત્મ કલ્યાણરૂપ છે. • ધર્મ, સંતોનો આત્મા છે, આશ્રય છે. ધર્મથી, અહમ્ મમનું વિસર્જન થાય છે. ધર્મ, એ જીવનનો પ્રાણ છે, ગૂઢ પ્રકાશ છે. • ધર્મ, ક્ષમા, સમતા, સરળતા, ત્યાગાદિ રૂપ છે. • ધર્મ, શાંતિ-સુખદાતા છે. - ધર્મ, ભક્તોનો, જ્ઞાનીઓનો પ્રાણ છે. , ધર્મ, વડે નિર્દોષ પ્રેમ ટકે છે. • ધર્મ, જગતનું શાશ્વત તત્ત્વ છે. , ધર્મમાં સ્વ-પર કલ્યાણ સમાયેલું છે. , ધર્મ, ત્રિકાળ વહેતું જીવંત ઝરણું છે. • ધર્મ, આત્મપ્રદેશે વ્યાપ્ત છે. • ધર્મ, માનવ જીવનનું પ્રગટ-અપ્રગટ રહસ્ય છે. ધર્મ, વડે દાનવ-વાનર-પણ માનવ બને છે. ધર્મ, ક્રિયા જ નથી અંતરયાત્રાનું શુભતત્ત્વ છે. , ધર્મ, વીતરાગ તીર્થંકરાદિએ પ્રગટ કરેલો મૂળ માર્ગ છે. ધર્મ, ભવસમુદ્રમાં તરવાને નાવ સમાન છે. • ધર્મ, સંસારના ત્રિવિધ તાપરૂપી દાવાનળમાં શીતળ જળ સમાન છે. • ધર્મ પામવા શું કરવું ? આ ધર્મ પામવા જ્યાંથી એ ધર્મ પ્રગટ થયો છે ત્યાં તેવા પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરો કે વાણી ગુણાનુને શ્રવણો ક્યાયામ્ હસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ક; મૃત્યાં શિરસ્તવ નિવાસ જગપ્રણામે દષ્ટિ સતાં દર્શનેડસ્તુ ભવત્તજૂનામ્ અનુવાદ હે ! પ્રભુ અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો. અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો. અમારા હાથ તારા સેવાકર્મ કરો. અમારું મન તારા ચરણોમાં ચિંતનમાં રહો. અમારું શિર તારા નિવાસસ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો. અમારી દૃષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો. - ભાગવત જગતમાં સજ્જન આત્માઓ આવા ધર્મને સેવીને જગતને મહાન માર્ગ દર્શાવી જાય છે. તેમની સુવાસ સદા મહેકતી રહે છે. શુદ્ધચેતનાના પ્રાગટ્ય માટે કિંમત ચૂકવવી પડે છે. ઘણા જન્મો તેના સંશોધનમાં સાર્થક કરવા પડે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 214