Book Title: Chetnani Bhitarma
Author(s): Sunandaben Vohra
Publisher: Anand Sumangal Parivar

View full book text
Previous | Next

Page 14
________________ અજ્ઞાન રૂપે પરિણમે છે છતાં આત્મા સ્વભાવે નિરાળો રહે છે. અંતમાં ધર્મ એટલે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ. ચેતન-આત્મારામ વર્તમાનમાં વિકારી અવસ્થામાં રોકાયા છે. તે અવસ્થાની શુદ્ધિ કરવાથી આત્મા સ્વધર્મરૂપે-સ્વરૂપે પ્રકાશમાન થાય છે. અંધકારભર્યા ઓરડામાં દીવાનો પ્રકાશ વસ્તુઓને જણાવે છે. તેમ જ્ઞાન થતાં વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. આચરણ ક્રમે ક્રમે આવે છે. જેથી પદાર્થો પ્રત્યે વિકારી ભાવો ઊઠતા નથી. પ્રાણીમાત્રમાં આત્માની પ્રતીતિ થવી, સૌ પ્રત્યે આત્મભાવ રહેવો અને શુદ્ધભાવમાં ટકવું એ વસ્તુનું તત્ત્વનું યથાર્થ સ્વરૂપ છે. જ્યાં જ્યાં અન્ય વિકલ્પ કે કલ્પના થાય તે અન્યભાવ છે. અભ્યાસ વડે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાય છે, પ્રતીતિમાં આવે છે, અનુભવાય છે. તેવું પરમ સમતારૂપ એ સ્વરૂપ છે. તેમાં જ સાચું સુખ નિહિત ગુણોનું ધારણ, મનની શુદ્ધિ, જ્ઞાન આરાધન અને સંયમ છે. જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ આરાધના. ૪. દશ યતિધર્મ કે ગુણધર્મો. ૫. પરમાર્થ ધર્મ :- પ્રયોજનભૂત તત્ત્વરૂપ દષ્ટિ. જે આખરી મંજીલ છે. ‘કામ એક આત્માર્થનું બીજો નહિ મનરોગ’. સાંસારિક સર્વ જ જાળ, વ્યાપાર, વ્યવસાયથી મુક્ત, અંતર કષાયો અને ઈચ્છાઓથી મુક્ત પવિત્ર જીવન અને સ્વરૂપની રમણતા છે. જૈન શાસ્ત્રકારોએ ‘વત્યુ સહાવો ધમ્મો’ કહ્યું છે. દરેક પદાર્થને નિજી સ્વભાવ હોય છે. જડ પદાર્થને જડરૂપ અવસ્થા છે. ચેતનને ઉપયોગ લક્ષણરૂપ અવસ્થા છે. જળમાં શીતળતાનો ગુણ છે. અગ્નિમાં ઉષ્ણતાનો ગુણ છે. સાકરમાં ગળપણ છે. લીમડામાં કડવાશ છે. સર્પમાં વિષ છે. સિંહમાં હિંસકભાવ છે. આમ દરેક પદાર્થનો મૂળ સ્વભાવ છે તે નાશ પામતો નથી. જડ કયારેય ચેતનતા પામતું નથી. ચેતન કયારેય જડતા પામતું નથી. કેમ ? તેવો સ્વભાવ છે. બાહ્ય પરિવર્તન જણાય છે તે તેની વિકારી-પલટાતી અવસ્થા છે. જડ ચેતન બંને પદાર્થોમાં પળેપળે અવસ્થા સ્વતઃ બદલાયા કરે છે તેવી એક સ્વતંત્ર વ્યવસ્થા છે. જો વસ્તુમાં પરિવર્તિત થવાનો ગુણ ન હોય તો લાકડામાંથી ખુરશી વગેરે બને જ નહિ-સોનામાંથી ઘરેણાં બને નહિ. બનાવનાર બાહ્ય નિમિત્ત માત્ર છે. તેમ કરવાનો તેનો ભાવ છે. પણ લાકડામાં ખુરશી બનવાની યોગ્યતા હોવાથી ખુરશી બને છે. પાણીની ખુરશી બનતી નથી. તેમાં તેની યોગ્યતા નથી. કોઈ વૈજ્ઞાનિક કે કુશળ કારીગર હજાર પ્રયત્ન કરે કે કલ્પના કરે તો પણ પાણીમાંથી ખુરશી કે બંગડી બની શકે નહિ, કે લાકડામાંથી પાણી નિપજાવી શકે નહિ. આમ વસ્તુનો સ્વભાવ વસ્તુની અવસ્થા બદલાવા છતાં કાયમ રહે છે. જેમકે ખુરશીમાં લાકડું અને દાગીનામાં સોનું ટકી રહે છે. આકાર બદલાવાથી મૂળ વસ્તુ નાશ પામતી નથી તેમ આત્માની અવસ્થામાં ગમે તેટલો વિકાર હોવા છતાં જ્ઞાનાદિ નાશ પામતાં નથી. જ્ઞાન ધર્મ' એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈ મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. - શ્રીમદ્ રાજચંદ્રજી. પત્રાંક-૪૭ આવા ધર્મને સમજવા પ્રથમ સગુરુ-કૃપાની પાત્રતા જરૂરી છે. ધર્મચેતના એ પ્રસ્તુત લેખનમાં એક સાંકેતિક શબ્દ છે. કર્મચેતના એ નકલી છે. ધર્મચેતના તે અસલી આત્મસ્વરૂપ છે. ચેતના શું છે? ચેતનાએ જીવનું-આત્માનું લક્ષણ છે. સૂર્ય અને પ્રકાશની જેમ તે યુગપત્ (સહવર્તી) રહેલા છે. આત્મા નિત્ય, અરૂપી, અચળ, સદા શુદ્ધ, જ્ઞાયકપણે સનાતન દ્રવ્ય-પદાર્થ છે. ચેતના લક્ષણ વડે તે જણાય છે. તમામ જડ પદાર્થોથી નિરાળું તેનું ચેતનપદ છે. ચેતનાની અભિવ્યક્તિ તે ઉપયોગ છે, તે બોધરૂપ વ્યાપાર છે. અન્ય શબ્દમાં તેને પરિણામ, ભાવ, વૃત્તિ, અધ્યવસાય કહી શકાય, છતાં શાસ્ત્રકારોએ ઉપયોગ’ શબ્દને યોજ્યો છે. તેમાં જ તેની યથાર્થતા અને ઊંડાણ રહેલાં છે. જડ પદાર્થોથી તેની ભિન્નતા આ ચેતન ઉપયોગ વડે જણાય

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 214