________________
દૃષ્ટાંત :
ભગવાન બુદ્ધની કોઈ એક ભવની આ કથા છે; તે શુદ્ધતાનો
વિકાસ ક્રમ છે.
એક નગરીના રાજાને પાંચ પુત્રો હતા. પાંચે યુવાન વયના થયા. રાજનીતિના નિયમ પ્રમાણે પ્રથમ કુંવરનો રાજ્યાભિષેક થવાનો હતો. સૌથી નાના કુંવરને વિચાર આવ્યો કે હું તો સૌથી નાનો છું. રાજા ક્યારે બનું ? તેથી તેણે ગુરુજીને પ્રશ્ન પૂછયો કે મારો નંબર તો પાંચમો છે એટલે રાજા આ જન્મમાં કેવી રીતે બની શકું ?'
ગુરુજી-તું તો મહાનગરીનો રાજા થવા સર્જાયો છે, તારે આવા નાના ક્ષુદ્ર રાજ્યથી સર્યું, “એ નગરી ક્યાં છે ?’’
આ મહાનગરી ઘણી દૂર છે. તેની યાત્રા કઠિન છે. સર્વ પ્રલોભનોને ત્યજીને જે આગળ જશે તે એ મહાનગરીનું રાજ્ય પામશે. પછી તેને બીજા રાજ્યોની કે જગતના અન્ય સુખની સ્પૃહા નહિ રહે.
કુમાર ત્યાં જવા ઉત્સુક થયો. ગુરુજીએ તેને માર્ગની માહિતી આપી અને સંકેત કર્યો કે ‘હે વત્સ ! ક્યાંય ફસાતો નહિ, આગળ વધજે. એક દિવસ મહાનગરીમાં તારો પ્રવેશ થતાં તું રાજા થઈશ. જા સફળ થા.'
તેણે પોતાના પિતાની રજા મેળવી. તેના ચારે બંધુઓ પણ મહાનગરીનું વર્ણન સાંભળી તેની સાથે જવા તૈયાર થયા. રાજકુમારે તેમને સર્વ હકીક્ત જણાવી દીધી. છતાં પાંચે તેની સાથે જવા નીકળ્યા. તેઓ નગરથી દૂર દૂર નીકળી ગયા પછી સુંદર વન ઉપવનમાંથી પાંચે રાજકુમારો પસાર થાય છે. અમુક અંતરે ગયા પછી ગુરુજીએ આપેલા સંકેત પ્રમાણે એક અતિ રૂપવાન સુંદરી, અલંકારોથી સજ્જ શ્રૃંગારિક હાવભાવ સાથે પ્રગટ થઈ અને રાજકુમારોને રીઝવવા લાગી. નાનો રાજકુમાર તો તેના તરફ એક મટકું પણ મારતો નથી. બીજા રાજકુમારો થોડો ક્ષોભ પામ્યા, છતાં ત્રણ રાજકુમારોએ નાનાભાઈનું અનુકરણ કર્યું અને તેમની સાથે આગળ વધ્યા. સૌથી મોટો કુમાર મનને વશ થઈ ગયો અને ત્યાં રોકાઈ ગયો. સુંદરી તો વિષકન્યા હતી. તેનાં સંસર્ગમાં તે કુમારે ચિરવિદાય લીધી.
૧૮
આગળ જતાં સુંદર પકવાનો અને વિવિધ પદાર્થોના થાળ ભરીને જળપાન સાથે સુંદરીઓ રૂમઝૂમ કરતી હાજર થઈ. રાજકુમારો ક્ષુધાતુર હતા. તૃષાથી પીડિત હતા. તપસ્વી પણ ચળી જાય તેવું બળવાન નિમિત્ત હતું. નાનો રાજકુમાર તો ગુરુજીની વાણીને ધારણ કરતો આગળ વધે છે. ત્રણ બંધુઓમાંથી બે તો તેનું અનુકરણ કરી મનને મજબૂત કરી તેની સાથે આગળ વધે છે; પણ બીજા નંબરનો રાજકુમાર ત્યાં રોકાઈ જાય છે. મઘમઘતા પદાર્થોમાં લુબ્ધ થઈ અકરાંતિયાની જેમ અતિ આહાર કરીને મૃત્યુને શરણ થાય છે.
માર્ગમાં જે કંઈ ફળ-જળ મળ્યા તેનાથી ક્ષુધા-તૃષાને સંતોષી ત્રણ રાજકુમાર આગળ વધે છે. ઘણે દૂર ગયા પછી ચારે દિશાએથી સુવાસ આવી રહી છે. માનવને ખસવાનું મન ન થાય તેવી મધુર અને માદક હવા પ્રસરી રહી છે. નાનો કુમાર તો પોતાના શ્વાસને જ કાબૂમાં લઈ આગળ વધે જાય છે. બીજા બે રાજકુમારમાંથી એકે વિચાર કર્યો કે એક પછી એક આવાં સુખ ત્યજીને આગળ જવામાં મૂર્ખાઈ છે. તેથી તે ત્યાં રોકાઈ ગયો. અતિ માદકતાના પાશમાં ફસાઈને તે પણ મૃત્યુને શરણ થયો.
બે કુમારો આગળ વધી રહ્યા છે. ત્યાં તો દૃષ્ટિને ક્ષણવારમાં આકર્ષી લે તેવી અપ્સરા જેવી નવ યૌવનાઓ હાજર થઈ. નાના કુમારે તો ગુરુના શબ્દોને હૃદયસ્થ કરેલા હતા; તેના બળ વડે મનને સ્વાધીન રાખી જાણે કંઈ જોયું જ નથી તેમ આગળ વધે છે. પણ બીજો કુમાર વિચારે છે કે આવા રૂપના સુખ પછી જગતમાં ક્યું સુખ બાકી રહેશે ! માટે અહીં જ રોકાવું યોગ્ય છે. તે ત્યાં રોકાઈને ભોગાદિમાં આયુને ક્ષીણ કરીને ત્રણ ભાઈઓના માર્ગે સિધાવે છે.
હવે નાનો કુમાર એકાકી આગળ વધી રહ્યો છે. પ્રભુશ્રદ્ધા અને ગુરુના સ્મરણથી ચિત્ત પ્રસન્ન છે. મહાનગરીમાં પહોંચવાનો ઉમંગ છે. આગળ જતાં સૂરીલા કંઠના સ્વરો શ્રવણ થયા અને તે તેની તદ્ન નજીક પહોંચી ગયો. પરંતુ ચાર ઈંદ્રિયને વશ કરેલા આ મહાનુભાવને
શ્રવણેન્દ્રિય કંઈ હરાવી શકે તેમ નહતી. તેને વટાવીને તે તો આગળ
નીકળી ગયો. પણ આ શું ! પેલી કન્યા નિરાશ થઈ તેના સૂરીલા
૧૯