Book Title: Chetnani Bhitarma
Author(s): Sunandaben Vohra
Publisher: Anand Sumangal Parivar

View full book text
Previous | Next

Page 13
________________ ૩. ધર્મચેતના ભણી કંઠને બદલે આજંદ ઊઠયું. એ સ્વરો ગૂઢ કલ્પાંતમાં ફેરવાઈ ગયા. અને જતા આવતા વટેમાર્ગુઓનું ધ્યાન ખેંચાયું. આ વાત મહાનગરીના રાજાના કણે પહોંચી. રાજા જાતે ત્યાં આવ્યો અને તે કલ્પાંતનું કારણ પૂછયું. રૂપ યૌવનાના રુદનનું કારણ જાણી રાજાએ રૂપથી આકર્ષાઈ તેનો સ્વીકાર કર્યો અને તે પણ મૃત્યુના મુખમાં જઈ પડયો. | બિનવારસી એ મહાનગરીના રાજા તરીકે રાજકુમારના ગળામાં વરમાળા આરોપાઈ. રાજા મહાનગરીનો રાજા બન્યો. અર્થાત્ જગતનાં સર્વ સુખોને તુચ્છ કરી અનંત આનંદનો સ્વામી બન્યો. જે આનંદ કયારેય તલભાર ઘટવાનો નથી. ચેતનાનું એ પૂર્ણ પ્રગટીકરણ છે, સાતત્ય છે. આ એક રૂપકકથાનો સાર છે. માનવજીવનનો, ચેતનાનો ક્રમિક વિકાસ છે, અને ઈદ્રિયસુખોની વિશેષતાને પણ તુચ્છ સમજી મહાત્માઓ કેવી રીતે ત્યજી દે છે તેની શિક્ષા આ કથામાં મળી રહે • હિતશિક્ષા : ધર્મચેતના એ આત્મસત્તા છે. તેમાં અપાર ઐશ્વર્ય ભર્યું છે. સંસારના ઝંઝાવાતને સમાવવાની તેનામાં તાકાત છે. જો તે કાર્યકારી રહે, હાજર રહે તો કર્મચેતનાની અને તેની એક નિરાળી મૈત્રી છે. કર્મચેતના કહે છે કે હે ચેતન ! જો તું બહાર ફરવા ગયો, ઈદ્રિય વિષયસુખમાં રાચ્યો, કષાયયુક્ત વ્યવહાર કર્યો, પ્રમાદ, મિથ્યા આગ્રહ કે સ્વચ્છંદને સેવ્યો તો હું તારા હાલહવાલ કરીશ. પણ જો તું ધર્મસત્તાની લક્ષ્મણ-રેખામાં રહ્યો તો મારે તારી સાથે કંઈ સંબંધ છે નહિ. ધર્મસત્તાને તો હું દૂરથી જ સલામ ભરીને છૂ થઈ જાઉ છું. આ ધર્મસત્તાનું દોહન તે ધર્મચેતના છે. દોહનનું જ્ઞાન ન હોય તે કર્મસત્તાના પ્રભાવમાં દબાઈ જાય છે. • ધર્મની,-સત્ માર્ગની રુચિ. • સ્વરૂપની તન્વરૂપ શ્રદ્ધા. જીવના શુભ-શુદ્ધ ભાવો-પરિણામો અંતરમુખ વૃત્તિઓ-વલણ. ચિત્તની નિર્મળતા. વિષયભોગથી પરાડઃમુખતા. અનાસક્ત યોગ. સ્વરૂપનું જ્ઞાન-અનુભવ. • આવરણમુક્ત ચેતનાની અવસ્થા. • શુદ્ધ ચેતના ભણી જવાના બધાં સ્તરો છે. તે ચેતના અને ધર્મ શું છે ? “અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર તે ધર્મ છે.” ૧. ધર્મ શબ્દની વ્યાખ્યા ઘણા પ્રકારે પ્રસિદ્ધ છે. લૌકિક આચારમાં ધર્મ શબ્દ ઘણો હળવો થઈ પડ્યો છે. ફરજને ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. લૌકિક દૃષ્ટિએ માનવધર્મ, કૌટુમ્બિકધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, ઈત્યાદિ ધર્મ મનાય છે. જો તેમાં નિઃસ્વાર્થતા છે તો તેનું તે તે સ્થાને મૂલ્ય છે. સધર્મ વગર માનવ શાંતિ પામી શકતો નથી. શાંતિ વગરની ક્રાંતિ એ ઉત્કટતા હશે પણ તેમાં સુખ નહિ હોય એવી ક્રાંતિઓ થયા પછી હજી માનવ સુખ શોધતો જ રહ્યો છે. માનવ જીવનમાં લૌકિક સદ્વ્યવહાર માટે સદાચાર, સંપ, પરોપકાર વૃત્તિ, ઉદારતા આદિ ગુણધર્મોની આવશ્યકતા છે. પરંતુ ધર્મ ત્યાં પૂર્ણ થતો નથી. ધર્મ ઘણું વિશાળ અને અનુપમ તત્ત્વ છે. ૨. બીજો પ્રકાર સદ્ધર્મરૂપ વ્યવહાર છે. તેમાં દેવગુરુની પૂજા, ભક્તિ, દાન, શીલ, તપ, ભાવ, સ્વાધ્યાય, સત્સંગ ઈત્યાદિ ધર્મક્રિયાઓ જીવને પલોટવા માટેનાં નિમિત્ત સાધનો છે. ૩. તત્ત્વરૂપ ધર્મ ઃ સમ્યક શ્રદ્ધા, અનાસક્ત ભાવ, ઉત્તમ ક્ષમાદિ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 214