Book Title: Cheiavandana Mahabhasam Author(s): Sanyambodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ "ધર્મ પ્રતિ મૂલભૂતા વન્દના” ધર્મવૃક્ષનું મૂળ, ધર્મપ્રાસાદનો પાયો અરિહંતોને કરાતી વંદના છે. વંદન-નમસ્કાર એટલે ચિત્તનું પરમાત્મા પ્રત્યે ઢળવું, તેમના ગુણો પ્રત્યે આકૃષ્ટ થવું, ગુણોમાં તન્મય બનવું, તેમના પ્રત્યે વિશેષ પ્રીતી જાગવી, શાંતિનાથ પ્રભુના સ્તવનમાં બતાવ્યા મુજબ "મીન વસે યું જલમેં" - માછલીની પાણી સાથે જેવી અભેદ પ્રીતિ હોય તેવી પરમાત્મા સાથેની પ્રીતડી બંધાય તે વંદના ભાવવંદના કહેવાય. આવી પ્રભુ પ્રીતડી જમાવવા અને સંસારની પ્રીત તોડવા પરમાત્માના અનંત ગુણોનું, અચિંત્ય પુણ્યનું અને અસીમ ઉપકારોનું સ્મરણ સતત કરવું જોઈએ. જગતનો સામાન્ય નિયમ છે કે તમે વર્ષો સુધી કો'ક ની સેવા કરો ત્યારે થોડા ઘણા તમારા દુઃખો દૂર થાય તો થાય, ક્યારેક તો દુઃખ ઘટવાને બદલે ઉલટા વધે, જ્યારે પરમાત્મા માટે તો સ્પષ્ટ ખાતરી મળે કે "ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર" આવા મહામહિમ પરમાત્માની વંદના એ વિધિપૂર્વક કરવી જોઈએ. જગતની સામાન્ય સંસ્થાઓના કાર્યો પણ Protocol મુજબ ચાલતા હોય છે તો આ તો મહાકલ્યાણકાર જિનશાસન, એની પ્રત્યેક ક્રિયાઓ વિધિયુક્ત જ જોઇએ. પગમાં ચંપલ પહેરવા જેવી ક્રિયા પણ આડી અવળી ન ચાલે, તો પછી પરમ કરૂણાનિધાન, પરમાત્માની ચૈત્યવંદના વિધિપૂર્વક જ કરવી જોઈએ એમાં પૂછવાનું શું? તેથી જ ગણધર ભગવંતોએ આપણા જેવા જીવો માટે ઉપકારી બને તે દષ્ટિથી પ્રભુગુણગર્ભિત ચૈત્યવંદનાના સૂત્રોની રચના કરી છે અને ચૈત્યવંદનાની અદ્ભૂત વિધિ પણ બતાવી છે. આવા ભવવારક સંસારતારક ચૈત્યવંદનાના રહસ્યોને ખોલવા આ યવંદ્ર મહામાસ' શ્રી શાંતિસૂરિ મહારાજે રચ્યું છે. શાસ્ત્રરૂપે કયાંય નહીં મળતી ઘણી આચરણાઓના ખુલાસા કરવા સાથે અતિ સરળ રીતે શાસ્ત્રના ઉંડા રહસ્યને ખોલવાની ચાવીરૂપ અર્થોનું પ્રકટીકરણ આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે. ચૈત્યવંદનાનું પ્રામાણ્ય, જિનચૈત્યમાં જિનબિમ્બો ભરાવવાની પ્રતિનિયત સંખ્યાઓ પાછળની ભાવના, મૂળનાયક પ્રભુજીને સવિશેષ પૂજા કરવાનું કારણ, તેમ કરવામાં કોઈ પણ જાતના દોષનો અભાવ વિગેરે ઘણા ઘણા બીજે નહીં મળતા અજ્ઞાત પદાર્થોથી સભર આ ગ્રન્થ છે. સમગ્ર ગ્રંથ પ્રવાહી પ્રાકૃત ભાષામાં રચાયેલો છે. સરળ છતાં અર્થ સભર આ ગ્રંથ એના કર્તાની વિદ્વત્તાનો પરિચાયક છે. શાસ્ત્રના રહસ્યોને પચાવ્યાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 280