Book Title: Cheiavandana Mahabhasam Author(s): Sanyambodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ પ્રકાશકીય શ્રી શાંતિસૂરિ મહારાજ વિરચિત "ચૈત્યવંદન-ભાષ્યનો અનુવાદ અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. પ્રાચીન ગ્રંથોના પુનર્મુદ્રણના કાર્યના પ્રારંભમાં જ પ્રથમ સેટમાં ચૈત્યવંદન ભાષ્ય મૂળ-છાયા સાથે અમે પ્રકાશિત કરેલ, ત્યારે જ આ ગ્રંથનો અનુવાદ કરી પ્રકાશિત કરવાની અમારી ભાવના હતી, કેમ કે આ ગ્રંથ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓને પણ અત્યંત ઉપયોગી છે. ચૈત્યવંદનની ક્રિયામાં આ ગ્રંથ સારો પ્રકાશ પાડે છે. અમારી ભાવના સાકાર થઈ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજની પ્રેરણાથી પૂજ્ય મુનિરાજશ્રી સંયમબોધિવિજયજીએ આ ગ્રંથનો અનુવાદ કરી આપ્યો છે. અનુવાદના સંપાદનનું કામ પણ તેઓએ જ સંભાળેલ છે. આ પૂર્વે મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી સાથે મળીને સુયગડાંગ દિપિકાનું પણ સંશોધન સંપાદન તેમણે કરેલ છે. નાની ઉમરમાં સંયમ પ્રાપ્ત કરી, સંયમ તપની સાધના સાથે જ્ઞાનયોગના પણ સુંદર સાધક આ મુનિ ભગવંત ભાવિમાં બીજા પણ શ્રુતભક્તિના કાર્યો ખૂબ ખૂબ કરે, અને અમને પણ પ્રકાશન વગેરેનો લાભ આપે તેવી અભ્યર્થના. પ્રસ્તુત ગ્રંથના અધ્યયન દ્વારા અનેક પુણ્યાત્માઓ ચૈત્યવંદનવિધિ વગેરે જાણી ખૂબ ભાવપૂર્વક તથા વિધિપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરી સમ્યક્ત્વને નિર્મળ કરી, શીધ્ર મુક્તિને પામે એજ અભ્યર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા (૨) લલિતભાઈ રતનચંદ કોઠારી (૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરીકભાઈ અંબાલાલ શાહ Jain Education International For Private' & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280