Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ પુસ્તક વાંચતા પહેલાં....... એકશેઠ - ગામમાં ચાલતી રામ પારાયણમાં કથા સાંભળવા ગયા. કથાને અંતે આરતી થઈ અને છેવટે એ આરતીની થાળીમાં પૈસા લેવા કથાકાર નીકળ્યાં. ફરતા ફરતાં શેઠ પાસે આવ્યા ત્યારે શેઠે ખિસામાંથી ઘણી મહેનત અને શોધખોળ બાદ એક પાવલી કાઢી અને કથાકારનાં હાથમાં મૂકવા જતા હતા ત્યાં મનમાં કંઈક વિચાર આવ્યો અને કથાકારને પૂછયું - "મહારાજ ! તમારી ઉંમર કેટલી?” "૩૫ વર્ષ” “એમ!!! ત્યારે મને તો પંચોતેર થયા, તમારા કરતાં હું તો ભગવાન પાસે વહેલો પહોંચવાનો. ત્યારે તો હું જ ભગવાનને રૂબરૂમાં આપી દઈશ. લ્યો ત્યારે રામ-રામ" કહી શેઠ પાવલી ખિસામાં પાછી મૂકી ઘર તરફ ચાલ્યા...... સ્વાર્થી કથાકારોએ પ્રભુમિલનના માધ્યમ તરીકે પૈસાને મૂક્યા તો એથી વધુ સ્વાર્થાન્ત ભક્તોએ પૈસા બચાવવાના ઉપાયોને શોધ્યા. જ્યારે પરમતારક જિનશાસનની ધુરાને સંપૂર્ણ રીતે નિઃસ્વાર્થપણે વહન કરતા ગણધર ભગવંતોએ અને આચાર્ય ભગવંતોએ મિલનના મધુર માધ્યમ તરીકે ચૈત્યવંદના - અરિહંત વંદનાને બતાવી છે. સિદ્ધ ભગવંતો એ નિગોદમાંથી જીવના ઉદ્ધાર ના કેન્દ્રસ્થાને છે તો અરિહંત | ભગવંતો એ અપુનબંધકતાથી અજરામરતા (મોક્ષ) સુધીની વિકાસયાત્રા”ના કેન્દ્રસ્થાને છે. કોઈ પણ જીવનો આધ્યાત્મિક વિકાસ અરિહંતોની કૃપાથી, તેમના પ્રભાવથી, તેઓશ્રીની આજ્ઞાની આરાધનાથી થાય છે. અને આ આજ્ઞાને આરાઘવાનું સામર્થ્ય અરિહંતભક્તિથી પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ખુદ વીરપ્રભુએ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે थवथुइमंगलेणं भंते ! जीवे किं जणयइ ? जीवे नाणदंसणचरित्तबोहिलाभं जणयइ, नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ।। જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ બોધિ (= જિનશાસન = આજ્ઞા) નો લાભ પરમાત્માના સ્તવસ્તુત્યાદિથી થાય છે. લલિતવિસ્તરાકારે પણ જણાવ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 280