Book Title: Chaturvinshati Jinanand Stuti
Author(s): Hiralal R Kapadia
Publisher: Agamoday Samiti
View full book text
________________
આમુખ
આવા ગ્રન્થ સંબંધે કાંઈ ન્યૂનતા આદિ માલુમ પડે તેમજ બીજી કાંઈ વિશેષ માહિતી દાખલ કરવાની રહી ગયેલી જણાય તેમજ અન્ય પણ કોઈ સૂચના કરવાની યોગ્ય લાગે તે જે પાઠક-વર્ગ તરફથી અમને જણાવવામાં આવશે તે ભવિષ્યના ગ્રન્થમાં તે સુધારો કરવા અવશ્ય બનતું કરીશું. વિશેષમાં આ ગ્રન્થમાં આપેલી અવસૂરિ ઉપરાંત અન્ય કઈ ટીકા કે અવચૂરિની પ્રતિ જેમની પાસે હોય અગર કયાં છે તેની માહિતી હોય તે અમને જણાવવામાં આવશે તે તે પણ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવવામાં આવશે.
આ ગ્રન્થ તૈયાર કરાવવામાં જૈનાચાર્ય શ્રીમવિજયવલલભસૂરિની પ્રતિને મુખ્ય આધાર લેવામાં આવ્યું છે. આ સૂરિવર્ષે પ્રતિ એકલી અમારા કાર્યમાં જે સહાયતા કરી છે તે બદલ તેઓના અમો અત્યંત ઋણી છિયે.
આગોદ્ધારક વ્યાખ્યાપ્રજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્દઆનન્દસાગરસૂરિ આ આગમેદય સમિતિના ઉત્પત્તિ સમયથી જ અપૂર્વ સાહાઓ આપતા રહ્યા છે, તે મુજબ આ ગ્રન્થ પણ પ્રસિદ્ધ કરવામાં તેમણે જે સાહા આપી છે તે બદલ તેઓશ્રીને અમે જેટલે ઉપકાર માનીયે તેટલો છે જ છે. | સંશોધન કાર્યમાં મદદ કરવા માટે અનુગાચાર્ય શ્રીક્ષાંતિવિજય તેમજ મુનિરાજ ચતુરવિજયજીના અને શુદ્ધિપત્રક માટે તૈયાર થયેલા ફોર્મો તપાસી જેવા બદલ જેનાચાર્ય જયસૂરિ. છિના પણ અમે આભારી છીએ.
અમે સોળ વિદ્યા-દેવીઓ તેમજ ચોવીસ શાસન-દેવીઓ વિગેરેની પ્રતિકૃતિઓ ભગવાન શ્રી પાદલિપ્તસૂરીશ્વરપ્રણીત શ્રીનિર્વાણ-કલિકાના આધારે આલેખાવવા પ્રયત્ન સેવ્યું છે. એમાંથી જેટલી પ્રતિકૃતિઓ આ ગ્રન્થમાં આપવામાં આવી છે તેટલીનું એક સૂચી–પત્ર ૧૧ માં પૃષ્ઠ ઉપર આપ્યું છે. આ પ્રતિકૃતિઓ જૈનશાસનાનુરાગી દેવ-દેવીઓની હોવાથી જૈને તેઓ પ્રત્યે બહુમાન ધરાવે તેમજ તેમની આશાતના ન થવા દે તે સ્વાભાવિક છે; પરંતુ અન્ય મતાવલંબીએને પણ અમારી એ વિજ્ઞપ્તિ છે કે તેઓ પણ આ પ્રતિકૃતિઓ તરફ ગ્ય સદ્ભાવ ધારણ કરશે. જેથી ભવિષ્યમાં આવી પ્રતિકૃતિઓ પ્રસિદ્ધ કરતી વેલાએ અમારે સંકોચ રાખવો પડશે નહિ. વિશેષમાં આ સમસ્ત પ્રતિકૃતિઓને લગતા સર્વ પ્રકારને હકક અમોએ આધીન રાખેલ છે એ તરફ પણ પાઠક-વર્ગનું અમે ધ્યાન ખેંચીએ છિયે.
મહાશિવરાત્રી સં. ૧૮૮૩. હંસરાજ પ્રાગજી બિલ્ડીંગ,
ગીરગામ-મુંબાઈ. ).
જીવણચંદ સાકરચંદ જવેરી,
માનદ સેક્રેટરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 400