Book Title: Chandrayash Sanskrit Prashnottarmala
Author(s): Ramyarenu
Publisher: Nesada S M Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ કરતાવના પ્રથમ ચરણ : સંસ્કૃત સાગરમાં અવગાહન આખર તો સહુની ભાવના શિવને વરવાની જ હોય છે. શિવવરણની શ્રેયસ્કરી સાધનાના શરણે ગયા વિના શિવલક્ષ્મીની પ્રાપ્તિ શક્ય જ નથી. કૈવલ્યને હસ્તગત તે જ કરી શકે, જે શ્રુતસાગરમાં લીન થઈ જાય, ઓગળી જાય... શ્રતસાગરમાં ઓગળવું એટલે સ્વાધ્યાયમાં ખોવાઈ જવું. સ્વ+ અધિ+ આર્ય = સ્વાધ્યાય... આત્માનું આત્મામાં આત્મા પ્રતિ) જે ગમન તે સ્વાધ્યાય.... આ સ્વાધ્યાય સાગરની ઉપરની સપાટીએ તરનારને છીપલા વગેરે અલ્પ મૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. ઉંડા તળે ડૂબકી મારનારને અને એમાં જ સ્થિરતા કરનારને બહુમૂલ્ય રત્નોની વરણી સહજ જ થતી હોય છે. સંસ્કૃતના મહાસાગરમાં તન્તરણ જ નહીં પણ નિમજ્જન - કરવા કરાવવાનો એક નમ્ર પ્રયાસરૂપે સદાહર્ષ પ્રસરાવતાં પૂ. સા. શ્રી ભવ્યગુણાશ્રી મ.સા. એઓના વડીલ ભગિની પૂ. સા. શ્રી દિવ્યગુણા શ્રી મ.સા.ની સહકાર શ્રેણીથી આ પ્રથમા-નૌકા અભ્યાસવૃન્દ ચરણે પ્રકટ કરી રહ્યાં આ નૌકા છે કે જહાજ છે... આ કેડી છે કે વિશાલ માર્ગ છે. એનો નિર્ણય તો વિદ્રવ્રુન્દ જ સ્વમનિષાનુસાર કરશે.. આ નૌકાના સહકારે સંસ્કૃત બોધ – બોધના સહારે આત્મશોધ અને આત્મશોધ દ્વારા આત્મશુદ્ધિ અને તેના દ્વારા સ્વરૂપસિદ્ધિ થાય એ જ પ્રકાશિકાનું ઉદાત્ત લક્ષ્ય છે. થોડાં જ પૃષ્ઠો નિહાળવા અને પ્રસ્તાવના લખવા માટે મને જે લાભ આપ્યો તે બદલ ‘બ્લેન મ.’ નો ઋણી છું... અલ્પજ્ઞ છું, ક્ષતિ જણાય તો ક્ષમા આપજો... રાજુસંઘવી - ડીસા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 206