Book Title: Chandrayash Sanskrit Prashnottarmala
Author(s): Ramyarenu
Publisher: Nesada S M Jain Sangh

Previous | Next

Page 9
________________ અંતરની વાત હતું નેસડાનગર... હવે છે નેસડા તીર્થ.. મનમોહન પાર્શ્વનાથ દાદાનું તીર્થ.... ભીલડીયાજી તીર્થની બિલકુલ સમીપમાં આવેલું અમારું વતન... આજે તીર્થમાં... અને અમારા પથકમાં આદરણીય ગામ તરીકે અંકાયું છે જેનું કારણ છે દાદા મનમોહન પાર્થપ્રભુ... પ્રભુજીની પ્રતિષ્ઠાના પાવન દિવસથી અમારા વતને અમારા શ્રીસંઘે ધર્મનાં નવા અજવાળા પીધા છે.. | ભવ્ય સામુદાયિક અઠ્ઠમ તપની આરાધના ૧૧૦૦ આરાધકો દ્વારા... દરસાલ ભવ્ય પ્રતિષ્ઠાની ઝાંખી કરાવતી... ભક્તિ ભાગીરથીમાં ઝીલવા દ્વારા શીતલતા-પાવનતાની અનુભૂતિ કરાવતી ઉત્સવયાત્રા દ્વારા ભવ્ય સાલગિરાની ઉજવણી... અને તે પણ અલગ અલગ કોઈ અમારા જ ગ્રામનિવાસી એક જ પરિવાર દ્વારા... અમારા ગામનું.. પથકનું... એક અભૂત નજરાણું બન્યું છે. અહીં દાદાએ અમારી દિવાળી એની ભક્તિ થકી અજવાળી છે... ત્રણ દિવસ અમારો સંઘ અહિં ભેગો થઈને ભક્તિભાવભર્યા દિવસો રૂપે દીપાલિકા પર્વને ઉજવે છે. અને જૂની પરંપરાઓનું અભૂત રૂપ પ્રગટે છે... અમારા વતનને પૂ. તપસ્વીરત્ન ચંદ્રયશવિજયજી મ. ની સમાધિભૂમિ... પૂણ્યભૂમિ બનવાનું સદ્ભાગ્ય પણ મળ્યું... એક સરસ મજાની ગુરુમંદિર રૂપ દેવકુલિકામાં તેમનાં સંભારણા જીવંત છે. દેરાસર... તેની આસપાસ વચ્ચે રસ્તાઓ. અને સામે ભવ્ય ઉપાશ્રય.. સાધર્મિકગૃહ... વચ્ચે વચ્ચે વૃક્ષો... અને હરિયાળા હાસ્યો.. આ સંકુલ થોડી ક્ષણ માટે તમને એક નવો જ આનંદમાં મૂકી દે છે.. સાધનાભૂમિ માટેની નીરવશાંતિ... અને પ્રસન્ન વાતાવરણ.. અમારા આ સંકુલનું સૌંદર્ય છે તેની શિરમોર કળા એટલે કોતરણીથી સુશોભિત દાદા મનમોહન પાર્શ્વનાથનું મંદિર છે...

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 206