________________
કરતાવના
પ્રથમ ચરણ : સંસ્કૃત સાગરમાં અવગાહન
આખર તો સહુની ભાવના શિવને વરવાની જ હોય છે.
શિવવરણની શ્રેયસ્કરી સાધનાના શરણે ગયા વિના શિવલક્ષ્મીની પ્રાપ્તિ શક્ય જ નથી. કૈવલ્યને હસ્તગત તે જ કરી શકે, જે શ્રુતસાગરમાં લીન થઈ જાય, ઓગળી જાય... શ્રતસાગરમાં ઓગળવું એટલે સ્વાધ્યાયમાં ખોવાઈ જવું. સ્વ+ અધિ+ આર્ય = સ્વાધ્યાય...
આત્માનું આત્મામાં આત્મા પ્રતિ) જે ગમન તે સ્વાધ્યાય.... આ સ્વાધ્યાય સાગરની ઉપરની સપાટીએ તરનારને છીપલા વગેરે અલ્પ મૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. ઉંડા તળે ડૂબકી મારનારને અને એમાં જ સ્થિરતા કરનારને બહુમૂલ્ય રત્નોની વરણી સહજ જ થતી હોય છે.
સંસ્કૃતના મહાસાગરમાં તન્તરણ જ નહીં પણ નિમજ્જન - કરવા કરાવવાનો એક નમ્ર પ્રયાસરૂપે સદાહર્ષ પ્રસરાવતાં પૂ. સા. શ્રી ભવ્યગુણાશ્રી મ.સા. એઓના વડીલ ભગિની પૂ. સા. શ્રી દિવ્યગુણા શ્રી મ.સા.ની સહકાર શ્રેણીથી આ પ્રથમા-નૌકા અભ્યાસવૃન્દ ચરણે પ્રકટ કરી રહ્યાં
આ નૌકા છે કે જહાજ છે... આ કેડી છે કે વિશાલ માર્ગ છે. એનો નિર્ણય તો વિદ્રવ્રુન્દ જ સ્વમનિષાનુસાર કરશે..
આ નૌકાના સહકારે સંસ્કૃત બોધ – બોધના સહારે આત્મશોધ અને આત્મશોધ દ્વારા આત્મશુદ્ધિ અને તેના દ્વારા સ્વરૂપસિદ્ધિ થાય એ જ પ્રકાશિકાનું ઉદાત્ત લક્ષ્ય છે. થોડાં જ પૃષ્ઠો નિહાળવા અને પ્રસ્તાવના લખવા માટે મને જે લાભ આપ્યો તે બદલ ‘બ્લેન મ.’ નો ઋણી છું... અલ્પજ્ઞ છું, ક્ષતિ જણાય તો ક્ષમા આપજો...
રાજુસંઘવી - ડીસા