Book Title: Chaiyavandana Mahabhasam
Author(s): Bechardas Doshi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકીય સંસ્કૃત છાયાથી અલંકૃત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી શાંતિસૂરિજી મ. વિરચિત “ચેઈયવદણમહાભાસ” નું પ્રકાશન કરતાં અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. સંવત ૧૯૭૭ માં આત્માનંદ જૈન સભા તરફથી આ ગ્રંથની ૨૫૦ નકલ છપાયેલ. ૬૬ વર્ષ પૂર્વેને પ્રકાશિત આ ગ્રંથ જીર્ણ તથા અપ્રાપ્ય હોવાથી તેમજ જૈનસંઘમાં અતિશય ઉપયોગી હોવાથી આદ્ય પ્રકાશક આત્માનંદ જૈન સભા પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કરીને આ ગ્રંથનું અમે પુનઃ પ્રકાશન કરીએ છીએ. ચૈિત્યવંદન એ સાધુ અને શ્રાવકને અવશ્ય કરવાનું દૈનિક કર્તવ્ય છે, આ ગ્રંથમાં જ જણાવેલ છે કે સાધુએ અવશ્ય રાજ બે વાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવું જોઈએ. શ્રાવકે એ ત્રણવાર કરવું જોઈએ, કારણવશાત્ આનાથી ઓછું થાય તે ચાલે પણ કેઈપણ જાતનું કારણ ન હોય તે અવશ્ય જણાવ્યા મુજબ કરવું જોઈએ. ચૈત્યવંદનનું મહત્વ, વિધિ વગેરે બતાવતા આ ગ્રંથના વાંચન અને મનનથી દેવાધિદેવ પ્રત્યે અતિશય બહુમાન ઉત્પન્ન થાય છે, એટલું જ નહિ ચૈત્યવંદનાદિ વિધિમાં અતિશય ઉલ્લાસ પ્રવર્તે છે, અવિધિનું શક્ય નિવારણ થાય છે, અને તેથી સમ્યગ્દર્શનની શુદ્ધિ તથા કર્મ નિર્જરાના મહામૂલા લાભની પ્રાપ્તિ થાય છે. પૂજ્યપાદ સિદ્ધાંત મહેદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશિષથી તથા તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાનતનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભવનભાનુસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી તથા તેઓશ્રીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 192