Book Title: Chaiyavandana Mahabhasam
Author(s): Bechardas Doshi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ भगवत्पादारविंदवंदनम् कथंचिदवाप्तं न चातःपरम् कृत्यमरतीति अनेनैव आत्मानं कृतार्थ मन्यमानो....प्रणिपातदण्डकसूत्रं पठति । અથ :- મિથ્યાત્વરૂપી જલના સમૂહથી તથા અનેક પ્રકારના કદાગ્રહરૂપી મગરાદિ જળચરોથી વ્યાપ્ત ભવરૂપી સમુદ્રમાં આયુષ્ય અનિત્ય હોવાના કારણે અતિદુર્લભ, સકલ કલ્યાણનું એક માત્ર કારણ, ચિતામણું અને કલ્પવૃક્ષને પણ જે નીચે ઉતારે છે (અર્થાત્ ચિંતામણી અને કલ્પવૃક્ષથી અધિક દુર્લભ) આ ભગવંતના ચરણારવિંદનું વદન મને ગમે તે રીતે પ્રાપ્ત થયું છે, આનાથી બીજુ વિશેષ કેઈ કર્તવ્ય નથી, એમ પિતાના આત્માને કૃતાર્થ માનતે, .....પ્રણિપાતરંડક સૂત્ર બોલે છે. પ્રસ્તુત ગ્રંથમાં પરમાત્માને વંદનની વિધિ વિસ્તારથી આપેલ છે, વંદનના સૂત્ર, નમુત્થણું–લોગસ્સ-પુફખરવર-સિદ્ધાણં બુદ્ધાણું– જાવંતિચેઈઆઇ વગેરે સૂત્રોના સુંદર અર્થો અને ભાવાર્થો પ્રગટ કર્યા છે, આ ગ્રંથના અધ્યયન, વાંચન, શ્રવણ અને નિદિધ્યાસનથી દેવાધિદેવ પ્રત્યે અદ્દભુત બહુમાનાદિના ભાવ પ્રગટ થાય છે, અને ચૈત્યવંદનની વિધિ વગેરેની પણ સમજણ મળે છે, પરિણામે જીવનના એક મહાન કર્તવ્યરૂપ પરમાત્માનું ચૈત્યવંદન અત્યંત ઉલ્લાસ અને ભાવપૂર્વક થાય છે, અને તે દ્વારા, મિથ્યાત્વને નાશ થાય છે, સમ્યફત્વ ન હોય તેને પ્રાપ્ત થાય છે, હોય તેનું નિર્મળ થાય છે, પરંપરાએ ચારિત્ર પામીને છેક મુક્તિ સુધી પહોંચી જવાય છે. પ્રસ્તુત ગ્રંથ પદ્યાત્મક છે. સંક્ષિપ્તમાં પણ ચિત્યવંદનને વિષય આમાં સુંદર રીતે વર્ણવેલ છે, સંસ્કૃત પાકૃત ભાષાના અભ્યાસીને માટે આ ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ થવો પણ અતિ આવશ્યક છે, અનુકૂળતાએ તે પણ કરવા કે કરાવવાની ભાવના છે. પ્રાંતે જિનશાસનની એક મહાન ચિત્યવંદનની ભાવપૂર્વક ક્રિયા કરી સકુલ સંઘ સમ્યક્ત્વાદિ ગુણોની વૃદ્ધિ શુદ્ધિ કરી શીવ્ર નિર્વાણ પામે એ જ એક શુભભિલાષા... લિ. શ્રી પ્રેમભુવનભાનુ પદ્મપાદરેણ – પંન્યાસ હેમચંદ્રવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 192