Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ ઉ પ દ્ ઘા તો શરદબાબુ જેવા લાંબી વાર્તાના સિદ્ધહસ્ત લેખક છે તેવા જ ટૂંકી વાર્તાના પણ છે. શ્રીયુત મહાદેવભાઈએ શરદબાબુની ત્રણ વાર્તાઓનું ભાષાન્તર કરીને ગુજરાતી વાર્તાવાચકવર્ગને તેમનો પ્રથમ પરિચય કરાવ્યું. આ સંગ્રહમાં તેમની બીજી છ ટૂંકી વાર્તા આવે છે. “પહેલીસમાજ' જે આ પહેલાં શરદગ્રંથાવલિના બીજા પુસ્તક તરીકે પ્રસિદ્ધ થઈ છે, તે ઉપરથી ગામડાના સમાજ તરફની શરદબાબુની ટીકાદષ્ટિ પૂરેપૂરી સ્પષ્ટ થાય છે. આ સંગ્રહમાં “છબી” અને “મુકદ્દમાનું ફળ' એ સિવાયની ચાર વાર્તાઓ બંગાળના પલ્લીસમાજનાં જ વાર્તાચિત્રો છે. આપણે પ્રથમ પલી સમાજ સાથે સંબંધ ન ધરાવતી વાર્તા લઈએ. “છબી” એમાં પ્રથમ આવે છે. આ વાર્તા એક જુવાન પ્રેમીઓની વાર્તા છે. કવિ ભવભૂતિએ કહ્યું છે? કચતિવગતિ પાનાંતરઃ કોડપિ દેતુઃ કેઈ આંતર હેતુ પદાર્થોને ભેગા કરે છે. પ્રેમ મનુષ્યને ભેગાં કરનાર કોઈ આંતર હેતુ છે એ ખરું, પણ એ આંતર હેતુ કામ કરતા હોય છે ત્યાં પણ એ વ્યક્તિઓને એકબીજાને અનુકુલ થતાં ઘણી વાર લાગે છે, ઘણું યાતનાઓ સહન કરવી પડે છે, અને તેમાંથી ઘણું કરુણ પરિણામો પણ કઈ વાર આવે છે. - આ વાર્તામાં એવું કરુણ પરિણામ આવતું આવતું રહી જાય છે, પણ વ્યક્તિઓની યાતના ઓછી નથી. વાર્તાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 198