Book Title: Chabi Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 7
________________ શકે છે. પ્રેમ પરલક્ષી હોવા છતાં તેના કાચા સ્વરૂપમાં તે સ્વાથી અને અભિમાની હોય છે. અને દરેક પ્રેમીને પરસ્પરના સંલિષ્ટ જીવનમાં દાખલ થતાં પહેલાં એ સ્વાર્થવૃત્તિ ગમે તે પ્રકારે જોવી પડે છે. વાર્તાકારની ખૂબી એ છે કે બન્ને વચ્ચે મતભેદ વધત જતો બતાવતાં છતાં, દરેક ક્ષણે વાંચનાર સમજતા હોય છે કે બન્ને વચ્ચે અદમ્ય સ્નેહ છે. જે ચિત્રની લતમાં બા-થિન મા-શેએને બોલાવતા નથી, તે ચિત્રમાં અજાણપણે તે મા-શએને મૂકે છે. મા-શોનું તો જીવન આખું બા-થિન વિના નીરસ, અર્થ વગરનું થઈ જાય છે. માન્યે શરદ બાબુનાં કેટલાંક સ્ત્રી-નિર્માણોની માફક બહુ પ્રબલ સ્વભાવની સ્ત્રી છે. તેના સ્વભાવના આઘાત-પ્રત્યાઘાતો ઘણે વેગવાળા છે. તે જેટલી પ્રેમમાં આવેશવાળી છે તેટલી જ ઠેષમાં અવિચારી બને છે. છતાં પોતે ઉપસ્થિત કરેલી સ્થિતિ જ પરાકાષ્ટાએ પહોંચતાં તેને સાચે પ્રેમ ઊછળી આવે છે, અને ખર પત્ની પ્રેમથી તે સ્વયં જિતાઈ ને બા-થિનને જીતે છે. કથાકાર કઈ જગાએ આપણને સ્પષ્ટ કહેતો નથી. કયાંઈ સૂચવતા પણ નથી, પણ વાંચનાર જાણે છે કે બન્નેની વચ્ચેનો ભેદ નીકળી ગયા છે અને વાંચનારે નિર્માણના પ્રારમ્ભમાં ધકેલું જે છેવટે પરણીને સુખી થશે. છબી'ની વાર્તા કેવળ કલ્પિત ગણાય. એટલું કે તેમાં વાર્તાકારે કઈ પણ વાસ્તવિક વસ્તુસ્થિતિનો ચિતાર આપવાને તે નથી લખી, માત્ર માનવહૃદયમાં રહેલા ભાવેને નૈસર્ગિક વ્યાપાર બતાવવા પાત્રો અને વસ્તુસ્થિતિ કલ્પેલાં છે. “મુકદ્દમાનું ફળ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 198