Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 8
________________ એ અર્થમાં કેવળ કપિત વાર્તા નથી. શરદબાબુ જાણે આ વાર્તામાં કહેવા માગે છે કે પલ્લીસમાજ ભલે પતિત છે, પણ તેમાં ક્યાંક એવું સ્ત્રીરત્ન રહેલું છે, જેની અદ્દભુત નૈસર્ગિક માતૃવત્સલતા હજી ચૈતન્યમય રહી છે. શ્રીયુત મહાદેવભાઈએ પ્રસિદ્ધ કરેલ ત્રણેય વાર્તામાં આ માતૃવત્સલતા વિલસી રહી છે. પણ તે ત્રણમાં ખાસ કરીને વચલી વાર્તા ‘રામની સુમતિ” માં આવતી નારાયણ અહીં વિશેષ યાદ આવે છે. બન્નેમાં નાયિકા કઈ પરાયા છોકરા તરફ માતૃતા ધરાવે છે. બન્નેમાં ઘરનાં બધાં માણસે એક છોકરા તરફ દ્વેષભાવ રાખવા છતાં, સ્ત્રીની માતૃતા વિજયવંત નીવડે છે, અને ઘરના કંકાસ તેની પાસે પરાજિત થાય છે. વાર્તામાંથી કર્તાની શ્રદ્ધા વિશે કંઈ કહેવું એ જે કેવળ અયથાર્થ ન હોય તે કહી શકીએ કે શરદબાબુને સ્ત્રીની માતૃતા ઉપર નિઃસીમ શ્રદ્ધા છે. બાકીની વાર્તાઓ પલ્લીસમાજની વસ્તુસ્થિતિ ચીતરે છે તેમ કહી શકાય. વિલાસી” ની વાર્તા ઉપર કહી તે દૃષ્ટિએ, અર્ધકલ્પિત કહી શકાય. પલ્લીસમાજમાં કઈ બ્રાહ્મણને કરે ગારુડીની છેકરી સાથે પરણે એ સંભવિત છે એમ કથાકાર માનતા કે મનાવવા માગતા નથી, પણ જો આમ બને તે સમાજ તેની કેવી દશા કરે તેને તેમાં આબેહૂબ ચિતાર છે. આખી વાત શરદબાબુના લાક્ષણિક કટાક્ષથી કહેવાઈ છે, અને સમાજ ઉપર તેમાં સત્તમાં સખ્ત ટીકા છે. વાર્તામાં કરણ અને હાસ્ય કેવા મિશ્રિત થઈ વહે છે તે જોવા જેવું છે. વાર્તા કહેનાર પિતાનું નામ તેમાં નથી આપતે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 198