Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ અત્યાર સુધીને વાર્તાસંગ્રહ જોયા પછી શરદબાબુની માન્યતાઓ, પલ્લીસમાજ વિષેને તેમને અભિપ્રાય, સ્ત્રી ઉપરની તેમની શ્રદ્ધા, મનુષ્યસ્વભાવની નિર્બળતાને તેમને ખ્યાલ વગેરે જણાઈ જાય છે. છતાં કલાની દષ્ટિએ કહેવું જોઈએ કે તેમની સર્જનશક્તિની સીમા તેમાં ક્યાંય દેખાતી નથી. તેમનું દૃષ્ટિબિન્દુ સમજાઈ જાય છે, પણ તેમનાં પાત્રો નવાં નવાં જ આવતાં જાય છે, માનવસ્વભાવના નવા નવા ભાવ જ રમમાણ થતા જાય છે. કયાંય એ ને એ જ પાત્ર નવા પ્રસંગોએ નામફેરથી ચેષ્ટા કરતું હોય એમ જણાતું નથી. તેમનાં બધાં પાત્રો સ્વતંત્ર રીતે વૈરલીલા કરે છે. કથાકાર તેમને ઉત્પન્ન કરીને જાણે પિતાની મેળે રમવા–લીલા કરવા છૂટાં મૂકી દે છે. પ્રસંગે એની મેળે બળે જાય છે અને વાર્તા ગૂંથાતી જાય છે. અને જે કે પલ્લા સમાજ સામે તેમની ટીકા બહુ વેધક અને તીખી છે, પણ તેમનું હૃદય ખરી રીતે કઈ તરક્કા દેષથી નહિ, પણ અન્યાય અને અયોગ્ય દુ:ખેના ભંગ થતા લેક તરફના સમભાવથી જ પ્રવૃત્ત થતું જણાય છે. કોઈ જગાએ વાર્તામાં કોઈ અંગત અભિપ્રાય કે મંતવ્ય વાર્તાની વૈરલીલામાં અંતરાયભૂત થતાં કે આડાં આવતાં નથી. એક ખરા વાર્તાકારની તટસ્થતા અને સમભાવ તેમનામાં છે. હિંદને સમાજ પ્રાંતભેદ, ભાષાભેદ, રૂઢિભેદ છતાં એટલે બધે એક છે કે આ વાર્તાઓ આપણને આપણી જ લાગે. ખરેખર આ વાર્તાઓ સર્વથા ભાષાન્તરને યોગ્ય છે, અને તે કામ કરીને અનુવાદગુજરાતી સાહિત્યની એક સેવા બજાવી છે. તા. ૯-૪-૩૩ રામનારાયણ વિશ્વનાથ પાઠક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 198