________________
નિવેદન
આ સંગ્રહમાં ‘ છબી ’ અને ‘ હરિલક્ષ્મી ’ એ બન્ને પુસ્તકામાંની વાર્તાને સમાવેશ કર્યાં છે. તેમાં ‘ હિરલક્ષ્મી ’ નામની વાર્તાને અનુવાદ શ્રી. ભાગીલાલ ગાંધીએ કરેલે છે.
આ વાર્તાસંગ્રહ પહેલી આવૃત્તિ વખતે શ્રી. નગીનદાસ પારેખ સંપાદિત શરગ્રંથાવલિમાં ત્રીજા મકારૂપે ઇ. સ. ૧૯૩૩ માં પ્રસિદ્ધ થયા હતા. તે વખતે શ્રી નગીનદાસ આખા અનુવાદને કાળજીથી મૂળ અંગાળી સાથે સરખાવી ગયા હતા. આ બીજી આવૃત્તિ વખતે પણ તેમણે આખે। અનુવાદ આંખ તળેથી કાઢળ્યા છે.
આ અનુવાદના ઉપેદ્ઘાત લખી આપવા બદલ પહેલી આવૃત્તિ વખતે શરગ્રંથાવલિના સંપાદક તરીકે શ્રી. નગીનદાસે શ્રી. પાઠકસાહેબનેા આભાર માન્યા હતા. તેથી વૈયક્તિક રીતે તેમના આભાર માનવાની મને તે વખતે તક મળી ન હતી. આ વખતે તે તકના લાભ લેતાં મને હાર્દિક આનંદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
અનુવાદક
www.jainelibrary.org