Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ બેડાં મને રૂ.૨૦૦૦)ની ઉદાર મદદ કરનાર ગ્રા. જમનાદાસ જેઠાભાઈ સ્વર્ગવાસ. ૨૭૭. સંતતિમાં ઘણું દિકરા અને એક દિકરી, તેમાંથી મેટા બે દિકરા નામે જગજીવન તથા કાલીદાસ અનુક્રમે શાદ અને બાર વર્ષની ઉમ્મરે દેવલોક પામ્યા હતા, ને એક દિકર નામે ચંદુલાલ તથા એક દિકરી નામે ચંપા હાલ હયાત છે. ચંદુલાલની ઉમ્મર આશરે વર્ષ નવની છે. શેઠના પિતાની સ્થિતિ સાધારણ હતી. તેઓ અફીણુને ધંધે કરતા હતા. શેઠ જમનાદાસ પણ પહેલાં પિતાની સાથે અફીણુના ધંધામાં ૨૦ વર્ષની ઉમ્મરે જોડાયા હતા ને તે ધંધામાં તેઓ પોતાની બુદ્ધિ અને હોંશિયારીથી ઘણું આગળ વધ્યા હતા તથા ઘણાજ વેપાર કુશલ થયા હતા. આ પછી તેમણે સંવત ૧૯૨૨ની સાલમાં શા. રણછોડદાસ જમનાદાસના નામની પેઢી ઉઘાડી જે હાલ હીરાલાલ રણછોડના નામથી ચાલે છે. આ પેઢીમાં અત્યારે આઠ ભાગીદાર છે. આપણે પાશ્ચાત્ય વેપારીઓની વેપાર કરવાની પદ્ધતિ પ્રતિ લક્ષ આપીશું તે માલમ પડશે કે તેઓ દરેક ધંધા ભાગીદારે મળી કંપની ઉભી કરીને કરે છે અને તેથી જ તેઓ અત્યારે વેપારકુશલ તથા પુષ્કળ ધનવાન થયા છે. એ તે વાસ્તવિક રીતે ખરૂંજ છે કે ઘણું મગજે એક દીલથી, એક સંપથી, પ્રમાણિકપણે ધીરજ, ખંત અને સતત ઉગમાં મા રહી કામ કરે છે તે કંપની ઘણા સારે નફે પેદા કરી શકે, તેમજ તેની આબરૂ પણ સારી બંધાય. અને જો આ સ્થળે કહેવા ન ભુલતા હોઈએ તે આ પેઢીએ પણ યુરોપીયન કંપનીઓના જેવું જ અનુકરણ કર્યું છે, જેના સભાવે તે હાલમાં ધણજ જામી ગઈ છે એટલું જ નહિ પણ તેમાંથી ઘણુ ધનવાન પણ થયા છે. અમે આ પેઢીની દરેક રીતે ઉન્નતિ ઈચ્છીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણું હિંદુભાઈએ આ પેઢીનું અનુકરણ કરશે. આ શેઠે પાલીતાણા, ગીરનાર, સમેતશીખર તથા પંચતીર્થ વિગેરે સ્થળેની ઘણું વખત યાત્રા કરી છે. જે જે સ્થળે તેઓ યાત્રા કરવા જતા ત્યાં ઘણુ ગરીબને પૈસા, અનાજ, કપડાં વિગેરે આપતા તથા કેળવણુંનાં ખાતાંને મદદ કરતા. આ શેઠની દયાની તીવ્રતા ઘણીજ હતી. તેઓએ રૂ. ૨૦૦૦૦ ના આશરે ચકલાંઓને દાણા નાખવામાં, ગરીબોને સહાય આપવામાં તથા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વિગેરે આપવામાં ખચેલા છે. એક વખત આખા શહેરના ભીખારીઓને એકઠા કરી જમાડયા હતા જેમાં ૮૦ મણ શીરે વપરાયો હતો. ઘણીક વખત તેઓ શહેરમાં રખડતાં લુલાં, લંગડાં, આંધળાં તથા અશક્ત ગરીબ લે કેને એકઠા કરી લાડવા, કપડાં, અનાજ વિગેરે પણું વહેચતા હતા. ખરેખર આવા ખૂણે ચરે ભરાઈ રહેલા નીરાધાર મનુષ્યને ગુપ્ત દાન દેનારા વીરને થોડા જ હશે. આ શેઠની દરેક સખાવતે કેવળ નિરાધારોને આશ્રય આપવામાં ને કેળવણીને રિજન આપવા માટે જ અપાએલી છે. તેઓ જે કે ઝાઝા કેળવાએલા ન હતા છતાં તેમના કેળવણીના ઉત્તેજનના વિચાર પ્રસાસ્ય હતા. આપણે અત્યારે જનોમાં જે પૈસા ખરચાતા જોઈએ છીએ અને સખાવતે જોઈએ છીએ તેના કરતાં આ શેઠની સખાવતે જુદા જ પ્રકારની અને હાલને જમાને જોતાં અમૂલ્ય માલમ પડશે. વળી તેઓની સખાવતે આપણને અમુક લગતી છે, બાકી બીજી બધી સાવ જનીક છે. તેઓએ વૈષ્ણવ બેગને રૂા. ૮૦૦ ની મદદ કરી હતી. એ રીતે આ શેઠે પોતાની જીંદગીમાં લગભગ રૂ. ૫૦૦૦૦ ની સખાવત કરી છે. આવા વિરલા કોઈકજ હશે. ધન્ય છે આવા નર-નોને !

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36