Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ છે. યોગ. ૧. પ્રાણાયામ એ શરીરની આરોગ્યતા અને કાળજ્ઞાન વગેરેમાં ઉપયોગી છે. ૨. પ્રાણાયામથી મુખનાસિકાને પવન રોકાય છે ને તેથી મન પવનને જ થાય છે. ૩. જ્યાં મન છે ત્યાં પવન છે. બંનેમાંથી એકને નાશ થાય તે ઇંદ્રિય અને મતિને પણ નાશ થાય છે તે મોક્ષ થાય છે. ૪. શ્વાસ અને ઉસની ગતિને રોકવી તેનું નામ પ્રાણાયામ, ૫. રેચક, પૂરક અને કુંભક નામે ત્રણ ભેદ પ્રાણાયામના છે. ૬. કર્મ ગ્રંથકાર પ્રત્યાહાર, શાંત, ઉત્તર ને અધર એવા ચાર ભેદ ઉમેરી કુલ સાત ભેદે પ્રાણાયામના કરે છે. ૭. ઉદરમાંથી બહુજ યત્નપૂર્વક વાયુને નાસિકા, બ્રહ્મરંધ્ર અને મુખથી જે બહાર ફેંક તેને રેચક પ્રાણાયામ કહે છે. ૮. બહારના વાયુનું આકર્ષણ કરીને, છેક અપાનઠાર સુધી ઉદરને તેથી ભરવું તે પૂરક પ્રાણાયમ.” ૮. તથા તે વાયુને નાભિપદ્મમાં સ્થિર કરીને રોક તે કુંભક પ્રાણાયામ જાણે. ૧૦. નાભિ આદિ સ્થાનથી, હૃદય આદિક સ્થાનમાં વાયુને ખેંચવું તેને પ્રત્યાહાર કહેલો છે. ૧૧. તાલુ નાસિકા અને મુખદ્વારથી વાયુને જે નિરોધ કરે તે શાંત કહેવાય છે. ૧૨. બહારથી પવનને પીઇએ તથા તેને ઉચે ચડાવીને ઉદયાદિકમાં જે ધારી રાખવે તેને ઉત્તર પ્રાણાયામ, ૧૩. અને તેથી વિપરીત એટલે ઉંચેથી નીચે લાવે તે અધર. ૧૪. રેચકથી પેટની પીડા તથા કફને નાશ થાય છે. ૧૫. પૂરકથી પુષ્ટિ અને વ્યાધિઓને નાશ થાય છે. ૧૬. કુંભકથી હદયકમલ તુરત ઉઘડે છે તેને અંદરની ગાંઠ ભાગી જતાં બળ અને સ્થિરતાની વૃદ્ધિ થાય છે. ૧૭. પ્રત્યાહારથી બલ ને કાંતિ વધે છે. ૧૮, શાંતથી દેવની શાંતિ થાય છે. ૧૪. ઉત્તર ને અધરથી કુંભકની સ્થિરતા થાય છે. ૨૦. વેગી પ્રાણાયામવડે પ્રાણવાયુ, અપાન ( વિષાદિકને દૂર કરનાર વાયુને ) ઉદાન (રસાદિકને ઉચે લઈ જનાર વાયુને) તથા વાન કહેતાં વ્યાપક વાયુ તેજ તે છે, ૨૧. પ્રાણવાયુ નાકના અગ્ર ભાગે, હૃદયમાં, નાભિમાં ને પગના અંગુઠાના અગ્રભાગ ઉપર હોય છે. તે હરિત વર્ણને છે, તથા આવવા જવાના પ્રયોગે કરીને તથા ધારણ કરવાથી તેને જય થાય છે. ૨૨. નાસિકાદિ સ્થાનના પગથી વારંવાર પૂરણ તથા રચનથી ગમાગમને પ્રગ થાય તથા કુંભનથી ધારણ થાય. ૨૩. અપાન વાયુ કાલા રંગને છે ને તે ગળાની પાછળની નાડીઓમાં, મુદામાં તથા પગના પાછળના ભાગમાં છે તે પિતાના સ્થાનના યોગથી રેચન અને પૂરણથી વારંવાર જીતી શકાય છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36