Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ બુદ્ધિપ્રભા. ૨૪. સમાન વાયુ સફેદ રંગને છે તે હૃદય, નાભિ અને સર્વ સંધિસ્થાનમાં રહ્યો છે અને પિતાના સ્થાનના યોગે કરીને તે વારંવાર રેચન તથા પૂરથી જીતી શકાય છે. ૨૫. ઉદાન વાયુ લાલ રંગને છે તે હૃદય, કંઠ, તાળ, બ્રકૂટીને મધ્ય ભાગ તથા મસ્તકમાં રહે છે અને તે ગમનાગમનના નિયોગથી જીતી શકાય છે. ૨. નાયિકાને ખેંચવાના યોગે કરીને તે ઉદાન વાયુને હૃદયાદિકને વિષે સ્થાપવો અને બળથી ઉચે ચડતા એવા તેને રોકી રોકીને વશમાં લે. ૨૭. વ્યાનવાયુ સર્વ જગાએ ત્વચામાં વત્ત છે, અને તેને રંગ ઈદ ધનુષના જે છે તથા તેને સંકોચ અને પ્રસાર કરીને કુંભકના અભ્યાસથી જીતવો. ૨૮. પ્રાણ, અપાન, સમાન, ઉદાન ને વ્યાનવાયુમાં અનુક્રમે પે , તેં એવી રીતનાં બીજો ધ્યાવવાં. ૨૮. જઠરાગ્નિનું પ્રાબલ્ય, દીર્ઘશ્વાસ, અને પવનને જય અને શરીરની લઘુતા એટલાં વાનાં પ્રાણુજન્ય માટે થાય છે. ૩૦. સમાન ને અપાન જય હેવાથી ગુમડા, હાડકાં આદિના બંગનું દૂર થવું થાય છે ને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ચરબી ઓછી થાય છે ને વ્યાધિને પણ નાશ થાય છે. ૩૧, ઉદાનના જપથી પ્રાસાદીક વ્યાદિકની અબાધા અને વ્યાનના જપથી ઠંડી ને તાપની અબાધા, કાંતિ ને નિરોગી થાય છે. ૩૨. જે જે સ્થાનકે રોગ થયે હોય તેની શાંતિને માટે જ્યાં ત્યાં પ્રાણાદિકને ધારવાં. ૩૩, આગળ કહેલાં આસન પર બેસીને ધીરે ધીરે પવનને રોકીને ડાબી નાડીથી મનની સાથે પગના અંગુઠાથી માંડીને છેક શ્રદ્યાર સુધી શરીરજ પૂરવું તેમાં પ્રથમ પગના અંગુ. ઠામાં, પછી પગના તળીઆઓમાં, પછી પગના પાછળના ભાગમાં, પછી ગુલ્ફમાં, પછી જધામાં, પછી જઠરમાં, પછી હૃદયમાં, પછી કંડમાં, પછી જીભમાં, પછી તાળમાં, પછીથી નાસિકાના અગ્ર ભાગમાં, પછી નેત્રમાં, પછી ભ્રકુટીમાં, પછી કપાળમાં તથા પછી મસ્તકમાં એવી રીતે અનુક્રમે એ પવનની સાથે મનને લાવીને છેક બ્રહ્મઠાર સુધી ભારે. પછી અનુમે તેવી જ રીતે છેક ઉતારી ઉતારીને પગના અંગુઠા સુધી લાવવો અને નાભિપથમાં લાવીને પવનનું વિરેચન કરવું. ૩૪, પગના અંગુઠા, પબિગ તથા ગુમાં, અંધામાં, લૂંટમાં, માથળમાં અને લિંગમાં ધારણ કરેલ વાયુ અનુક્રમે શવ્ર ગતિ અને બળ માટે ગુણકારી છે. નાભિમાં રહે જ્વરાદિકના નાશ માટે છે, જઠરમાં રહેલ કાયાની શુદ્ધિ માટે છે, હૃદયમાં રહેલો જ્ઞાન માટે છે, કુર્મ નાડીમાં રહેલ રોગ અને ઘડપણના નાશ માટે છે. કંઠમાં રહેલો સુધા અને તુષાના નાશ માટે છે. જીભના અગ્ર ભાગમાં રહેલા રસના જ્ઞાન માટે છે. નાસિકાના અગ્ર ભાગમાં રહેલે ગંધના સાન માટે છે, પાળમાં રહેશે ત્યાંના રોગના નાશ માટે છે. તથા મગજના ઉપશમ માટે છે અને બ્રાધારમાં રહેલે સાક્ષાત સિદ્ધોના દર્શન માટે છે. ૩૫. યોગીએ ધીરેથી પવનની સાથે મનને ખેંચીને હદય પદ્મની અંદર રાખીને તેને નિયંત્રિત કરે. ૩. તેથી અવિધાઓ વિલીન થાય છે, વિલીન ઈછા પણ નાશ પામે છે, વિકનિવૃત્ત થાય છે અને અંદર તાન પ્રગટ થાય છે. ૩૭. હૃદયમાં મનને સ્થિર કરવા વડે વાયુની ગતિ કા મંડળમાં છે, તથા તેનું સંક્રમણ અને વિશ્રામ કયાં છે અને નાડી કઈ છે તે પણ જાય.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36