Book Title: Buddhiprabha 1913 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 2
________________ સર્વ જૈનબંધુઓ ! ઉઠો, જેગો અને પ્રમાદ તને ! ! જૈનોની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. વાંચે ! ને તમારી સ્થિતિનું ભાન કરે. આ પુસ્તક વિદ્વાન લેખક ગિનિક શ્રીમન્મનિમહારાજ બુદ્ધિસાગરજીએ અથાગ પરિશ્રમ અને અમુલ્ય વખતના ભાગે જૈન ઐતિહાસિક બાબતને લગતાં સેંકડે પુસ્તકોના વાંચનનું પરિશીલન કરી તૈયાર કર્યું છે જે વાંચતાં વેત દરેક ધર્મનિષ્ઠ બંધુઓને આપણી અત્યારની સ્થિતિને માટે રૂવાટાં ઉંચાં કરી વીજળીની માફક અસર કરે તેમ છે. જૈન ધર્મ સાંપ્રતકાળમાં હયાતી ભેગવતા દરેક ધર્મો કરતાં ઘણાજ પ્રાચીન છે. તેમજ એક વખત જ્યારે તે પૂર્ણકળાએ હતા ત્યારે તેના વિસ્તાર ઘણા હતા અને તેના અનુયાયીઓની સંખ્યા કરોડોના પ્રમાણમાં હતી તે વિગેરે બાબતોની હકીકત સેંકડે પુસ્તકાના પ્રમાણ સાથે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે તે સાથે આપણી સ્થિતિ કેમ બદલાઈ તેમજ તેની ઉન્નતિને માટે હવે શી યોજના કરવી જોઈએ તે પણ પ્રસગાપાત મુનિશ્રીએ જણાવ્યું છે. દરેક જૈનબંધુ ઓ તથા ઇમ્યુનાને અમે આ પુસ્તક એક વખત વાંચવાનું તેમજ તેને ઘેર ઘેર ફેલાવો કરવાનો આગ્રહથી ભલામણ કરીએ છીએ, ઘણા જીજ્ઞાસુઓ તરફથી આવી રીતનું એક પુસ્તક તૈયાર કરવાને મુનિશ્રી બુદ્ધિસાગર અને ઘણા વખતથી ભલામણ કરવામાં આવતી હતી તે હવે અસ્તિમાં આવેલું જોઈ કોને આનંદ નહિ થાય ? આ પુરતક આપણી કામની અમૂલ્ય સેવા બજાવનારું તથા ઉપયોગી છે તેની એક વખત વાંચી ખાત્રી કરો. તેને વધુ પ્રમાણમાં ફેલાવો થાય, દરેક બધુએ તેનો લાભ લઈ શકે તેવા શુભાશયથી તેની કીંમત ક્ક્ત રૂ. ૦–૨–૦ રાખવામાં આવી છે. દરેક ધર્માભિલાષી બધુઓ પાઠશાળામાં આ પુસ્તક ઈનામ આપશે તેમજ પ્રભાવનાદિકમાં તેનો ઉપયોગ કરશે અને આપણી ભવિષ્યની આશારૂપ આપણી સંતતિને પોતાના ધર્મની ભહતાથી જાણીતી કરશે જેથી લેખકના આશય ફળિતાર્થ થશે એવી આશા છે. કીંમત રૂ. ૦-૨-૦ પેન્ટેજ તથા ટપાલ ખર્ચ જુદું. અમદાવાદ, ઇશ્વરલાલ હરજીવનદાસ શાહું, રતનપોળ. જૈન બુકસેલર,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36