________________
૨૭૨
બુદ્ધિપ્રભા.
--
--
*
હોઈ શકે?” આ ભાઈઓની વાહવાહ થવા સાથે તે પવિત્ર રસ્તે કે જે રસ્તે તે ભાઈઓ માબાપને લઈ ગયા તે રસ્તાનું નામ “ધામક રો” એવું નામ અદ્યાપિ ચાલુ છે.
એવા એવા અનેક દાખલાઓ માતપિતાની ભક્તિ માટે મોજુદ છે. વાચક! આઉપરથી ખ્યાલ થશે કે માબાપની ભક્તિ કેવા મહાન પુરૂષોએ પણ, પ્રાણુ સંકટ વેઠીને પણ કરી છે. માબાપની ભક્તિ કરી, તેમના પર ઉપકાર કરવાનો નથી પણ તેમના રૂણમાંથી કઈક અંશે મુક્ત થવાનું છે.
ભગવાન મહાવીર સ્વામીના સચ્ચરિત્રમાંથી આપણે એજ બધ લેવાનો છે કે, તે મ. હા પુરૂષે કેવી દિવ્ય પિતૃ-માતૃ ભકિત કરી હતી.
આ ઉપરનાં દૃષ્ટાંત બધાંજ માબાપની ભક્તિનાં છે, પણ કેટલાક એવા કુલાંગાર-- કપુત પડયા છે કે જેઓ સ્ત્રીઓને વશ થઈન, કે મદના વશ થઈને, પોતાનાં દેવતુલ્ય પિતામાતાને, છેલ્લા પાપા સુધીનો અવિનય કરે છે. તેમની સાથે લટે છે, ને એવા દેવતુલ્ય માબાપને કેટલાક સુપુત્રો મારવા પણ ઉઠે છે. ધિક્કાર છે એવા કુપુત્ર ને !
એક કેળવાયેલા– ને ગરીબ હેવાથી સરકારી ફાનસે ભણેલા, વિધાન ન્યાયાધીશ-ને મળવા તેને પિતા કે જે તદન મેલો ઘેલ ને ગરીબ અવરથાવાળો તે તે આવ્યા, તે જોઇ તેના મિત્રોએ તેને પુછયું કે સાહેબ ! એ કેણું છે? ત્યારે તે સાહેબે જણાવ્યું કે “ હમારો નકર છે. ” અહા હા ! વિદ્વાન ન્યાયાધીશ ! ધન્ય તમારી અઝલને ! તમને મળેલી સાહ્યબી (કે જે તમારા બાપને જ આભારી છે) તેના મદમાં તેને તમે તમારે નોકર બનાવે છે !
હાલના જમાનામાં પાશ્ચાત્ય વિદ્યાથી અલંકૃત થયેલા નવયુવાને માબાપને વિનય વિવેક જાળવવા સામે નાકના ટીચક ચઢાવે છે. રખે ને તેમની પોઝીશનમાં ખામી આ વી જાય” એમ માનીને તેઓ બિચારા તેમના માબાપ કે વડીલોને વિનય કરવાથી બનશીબ રહે છે. “મા બાપની ભક્તિ? છટ-નેનસન્સ Dame that અમારે એ ભક્તિને શું? અમે ભણેલા કેળવાયેલા બી. એ, એમ એ થયેલા એ “ મેલાંઘેલાં-કરો”. ની ભક્તિ કરીએ ? એ અમને શેભે ? અમારી પિઝીશનમાં પુળો ન ઉ એમ કહેનાર કેટલાક કુપુ! આ ભરત ભૂમિને શોભાવતા હશે; ઓ ! પાશ્ચાત્ય વિદ્યા વિભુષિત માબાપના અવિનયથી-ભાઈઓ! ઉપરનાં છાતિ તમારા હૃદયમાં ઝટ દિવ્ય પિતૃ માતૃ ભક્તિ ઉત્પન્ન કરે ને એવા વિનયથી તમારી દરેક શુભ કાર્ય સિદ્ધ થાવ. અસ્તુ.
મૃગજલ સમ સ્નેહી નેહ સિન્ધ ધરે છે, હદયમૃગ બિચારું આશા રાખી મરે છે; સરપ શિરમણિને પ્રેમ પ્રેમી તણે આ, વિષ રગ રગ વ્યાપે પ્રાપ્ત માએ કદિના!