Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨૮૦ બુદ્ધિ પ્રભા. “ નલિકે! તું પહેલીને તે પછી. હું તે સહેજ મશ્કરી કરતો હતો પણ હું કઈ વાર રાણી મારા સંબંધમાં કંઈ વાત કહાડે છે ?” મયલસિંહે પૂછયું. ' તેમનો રાજા કરતાં સગણો વધારે આપના તરફ પ્રેમ છે,” નલિકાએ કહ્યું. “ ત્યારે તુ કેમ મારવાની વાત કરતી હતી.” એતો સહેજ આપના વિચાર જાણવા ખાતર.” નલિકાએ પણ મયલને ઉડા. " મારી પણું મશ્કરી?” “ વાહ ! આતે મશ્કરી કે ગેષ્ટિવિનોદ?” નવલિકાએ કહ્યું. “ તું શું ધારે છે ?” “ હુંતો ગોષ્ટિવિનોદ માનું છું.” નવલિકે ! પણ સ્વરૂપાનું સૌદર્ય તે આરજ લાગે છે કેમ?” મયલસિહ પાછું -પુનરાવર્તન કર્યું. આમ હરઘડીએ ના સંતાપે આ૫ સ્વતંત્ર છો પણ કહે અત્યારે આપ કાના સો દર્યને આધીન છો? “ નલિકાએ પૂછ્યું. “તે તારાથી કયાં અજાણ્યું છે?” “થયું ત્યારે હવે એ મૃગજલવત તૃષ્ણાને ત્યાગ કરીને ?” નવલિકાએ કહ્યું. “શું ત્યારે રાણી પટરાણું થવાનું છોડી દેશે એમ?” ત્યારે શું હરકુમારનો ગાદિ ઉપરથી હક ઉઠાડી આપને ગાદિ અપાવવામાં મદદગાર થશે?” નલિકાએ કહ્યું. શું? હું ને તું જુદાં છીએ? રાજપાસન પ્રાપ્ત કરવામાં તું મને સહાય નહિ થાય ?” મયલે પૂછ્યું. શા માટે નહિ?” નલિકાએ કહ્યું. “ત્યારે તું આમ કેમ બોલે છે ?” જ્યારે આપ આટલા દિવસની મહેબત પર પાણી ફેરવવા તૈયારી કરો છો ત્યારે મારે શું બોલવું? ખરેખર આપના ચિત્તનું ઠેકાણું નથી. કાલ જયમાલાની વાત ને આજ સ્વરૂપાની વાત....નલિકા ક્રોધામ બની. એમાં શું એ અમારૂં કર્તવ્ય છે.” હમણુ શું બોલતા હતા ને હવે શું બેલે છે? મયલસિંહ અફસોસ છે કે નવે. લિકા એ આપને સ્નેહ આપી દીધું છે નહિ તે..” નવલિકા અટકી. “ નહિત છું.” નહિં તે આ સરવારી ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી જાય.” નલિકાએ છેવટની કળ દાબી. પ્રિયે ! માફ કર ગુન્હો કબુલ છે ” મયલસિંહ ગળગળો થઈ ગયો. મારી તે એવીજ ઈચ્છા છે કે આપ ચિરાયુ રહી અખંડ સુખ અનુભવો!! પણ આમ ઘણીવાર કંટાળા ભર્યું બોલે છે તેથી આપનાપર અભાવ ઉત્પન્ન થાય છે.” “ નહિ નહિ બોલ ચાલ નલિકા ! ગભરા નહિ તું કહે તે દહાડે રાણીને પણનિકાલ ચાલ ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. ” મલય ઉતાવળે થઇ બોલ્યો. " એ સમય આવશે ત્યારે કહીશ. હમણાં તે રાણપાસેથી આપણે ઘણું કામ કાઢી લેવાનું છે. ” નવલિકાએ કહ્યું.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32