Book Title: British Hindusthanno Arthik Itihas Part 02
Author(s): Uttamlal K Trivedi
Publisher: Hiralal Tribhovandas Parekh

View full book text
Previous | Next

Page 15
________________ ઈતિહાસ, ને તેની સંસ્કૃતિ-પ્રગતિ (Progress) ને ઈતિહાસ પણ જોઈ શકશું કારણ કે સંસ્કૃતિ કે પ્રગતિમાં અત્યારે યુરોપનાં રાજ્ય આગેવાની ધરાવે છે, અને એશિઆના ને આફ્રિકાના મેટા મેટા મુત્સદ્દીઓ ને આગેવાને તેમને પગલે ચાલે છે. ઉપરાંત વિજ્ઞાન, સાહિત્ય, દેશાવરને વ્યવહાર, ને હુન્નરઉદ્યોગને વિકાસ, એટલાં વાનાં સમજવા માટે પણ અંગ્રેજી ઇતિહાસ વાંચવાની ખાસ અગત્ય છે. બ્રિટિશ ટાપુઓ–બ્રિટિશ ટાપુઓનું કુલ ક્ષેત્રફળ આશરે ૧૨૧,૦૦૦ ચોરસ માઈલ છે, ને તેમાં આયર્લડનું ૩૨,૬૦૦ ચેરસ માઈલનું ક્ષેત્રફળ સમાઈ જાય છે. તેમાં પ્રથમ ગ્રેટ બ્રિટન અથવા ઇંગ્લંડને સ્કે લંડ આવે છે ને તેમાં પ્રથમ ઇંગ્લેંડ આવે છે. ઈંગ્લેંડનું ક્ષેત્રફળ ચૅનલના ટાપુઓ ને વેઈટિસ (Wales) સહિત ૫૮,૬૧૧ ચેરસ માઈલ છે અને તેની લંબાઈ પહોળાઈ અનુક્રમે લગભગ ૪૨૦ ને ૩૬૦ માઈલ છે. વીડ નદીની ઉત્તરને ભાગ ઑલંડ ને દક્ષિણ ભાગ ઈંગ્લેંડ કહેવાય છે. તેની ઉત્તરે આટિક સમુદ્ર, પૂર્વે ઉત્તર સમુદ્ર, દક્ષિણે બ્રિટિશ સામુદ્રધુની, અને પશ્ચિમે ઍફ્લેટિક મહાસાગર, આઈરિશ સમુદ્ર ને સેઈન્ટ ઑર્જની સામુદ્રધુની આવેલાં છે. ઇગ્લેંડની પશ્ચિમ દિશા તરફ ને સ્કેલેંડની ઉત્તર દિશામાં નાના પર્વત આવેલા છે, પણ તે પર્વતમાં કોઈ પણ ગિરનાર કે પાવાગઢના ડુંગરથી બહુ વધારે ઊંચે તે નહિ હોય. ટાપુઓના ચારે કિનારાઓ ભાંગ્યાતૂટયા છે તેથી તે ઠેકાણે બંદરે, ગોદીએ, વગેરે માટે પૂરતાં સાધને મળી શકે છે. આ જ કારણથી બ્રિટિશ સમૃદ્ધિ દેશાવરના વેપાર ઉપર ને નકાબળ ઉપર રહી છે, અને બ્રિટિશ લોકો નકાબળમાં પ્રથમ પંક્તિમાં રહેવા પ્રયત્ન કરે છે. ઇંગ્લંડની આબેહવા શીતળ ને તંદુરસ્ત છે. ત્યાં ઠંડી ઘણી પડે છે પણ કામ ન કરી શકાય એટલી સખ્ત ઠંડી પડતી નથી. ઇંગ્લિંડને ઊનાળે તે આપણે શિયાળે જાણ. વરસાદ પણ ત્યાં સામાન્ય રહે છે, તેથી ખેતી ને હુન્નરઉદ્યોગને પુષ્ટિ મળી શકે છે. આ ટાપુઓમાં કેટલાંક સુંદર સવારે છે. ઘઉં, વટાણા, જવ, ઓટ (Oat) બટાટા, ગાજર, કેબીચ, ઍપલ,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 580