Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ ૮૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સર્વચિત્યપરિપાટી-સ્વાધ્યાયમાં તીર્થોની નામાવલીમાં ભરૂચનો પણ સમાવેશ છે : सोरियपुरि वाणारसि रम्मि सोपारइ भरुअच्छि पुरम्मि । विमलगिरी-वेभारगिरिम्मि तामलित्ति-उज्जेणी-रम्मि ॥१८॥ ૩. ઈ. સ. ૧૨૩૧ અને ૧૨૫૩ વચ્ચે લખાયેલી આંચલિક મહેન્દ્રસિંહસૂરિ કૃત પ્રાકૃત અષ્ટોત્તરી તીર્થમાલા અંતર્ગત ભરૂચના સમડીવિહાર એવું અશ્વાવબોધતીર્થ, તથા સુદર્શનાદેવીનો ઉલ્લેખ કરી ત્યાંના જીવંતસ્વામીતીર્થ અને સુવ્રત જિનને નમસ્કાર કર્યા છે : भरुअच्छे कोरंटग सुव्वय जियसत्तु तुरग जाइसरो । अणसण सुर आगंतु, जिणमहिम मकासि तो तहियं ॥ अस्सावबोहतित्थं जायं तं नाम पुण वि बीयमिणं । सिरिसमलिया-विहारो सिंहलधुय कारि उद्धारो !! जिअसत्तु आस समली, पास सुपासा सुदंसणा देवी । नियनिय मुत्तिहिं अज्झवि, सेवंते सुव्वयं तहियं ।। इकारलरक चुलसी सहस्स वरिस जस्स तहिं । जीवंत सामि तित्थे भरुअच्छे सुव्वयं नमिमो । –અષ્ટોત્તી-તીર્થયાત્રા ૭૭-૮૦ ૪. ભૃગુપુરતીર્થના ચૈત્યવાસી અધિષ્ઠાતા વીરસૂરિશિષ્ય જયસિંહ સૂરિની “તેજપાલપ્રશસ્તિ' (આ ઈ. સ. ૧૨૨૫-૧૨૩૦) અનુસાર પ્રસ્તુત સૂરિના ઉપદેશથી તેજપાળ મંત્રીએ મુનિસુવ્રતના (મૂલપ્રાસાદ તેમ જ તેને ફરતી જિણમાલા રૂપ ૨૪ દેવકુલિકાઓ માટે) ૨૫ હેમદંડ કરાવી આપેલા તેમ જ ત્યાં પાર્શ્વનાથ અને જિનવીરની પ્રતિમાઓ મુકાવેલી. આ ઘટનાની પુષ્ટિ મંત્રીશ્વર વસ્તુપાલના એક અન્ય સમકાલિક, હર્ષપુરીયગચ્છના નરેન્દ્રપ્રભસૂરિની પ્રશસ્તિમાં મળે છે'' : યથા : भृगुनगरमौलिमण्डनमुनिसुव्रततीर्थनाथभवने यः । देवकुलिकासु विंशतिमितासु हैमानकारयद् दण्डान् ॥ -नरेन्द्रप्रभसूरिकृत वस्तुपालप्रशस्ति, ८२ તપાગચ્છીય જિનહર્ષસૂરિના વસ્તુપાલચરિત્ર(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં ઉપર કહી તે હકીકત ઉપરાંત બીજી પણ કેટલીક વિશેષ વિગતો પ્રસ્તુત ઉપલક્ષમાં નોંધાયેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15