Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 6
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૮૫ આદ્મભટ્ટે કરાવેલી આ નવરચનાને પૂર્વે તે સ્થળે જે મંદિર હતું તેનો નિર્દેશ દેતાં પણ કેટલાંક સાહિત્યિક પ્રમાણો મળે છે, એક અભિલેખીય પણ હાલમાં, સન ૧૯૮૭ના અંતિમ મહિનાઓમાં પ્રાપ્ત થયું છે, જે વિષે આગળ જઈશું. ૮. એક અપભ્રંશ ભાષા નિબદ્ધ ચતુષ્કના પ્રથમ પદ્યમાં શ્રી મુનિસુવ્રત અને ભૃગુકચ્છ સ્થિત સમલિકાવિહારને વંદના દીધી છે: સિરિણિ સુવ્યવસામિ કામબાણહિ અગંજિય ! સિદ્ધ પહુનવરંગિ અંગિ કુંકુમતરિ રંજિય 11 નીલુપ્પલુદલ સામિપન્ન સોભાગસુ સુંદર ! ભરુચ્છિ નયરિ સમલીયાવિહારિ વંદે પરમેસરુ ૧ ભાષા અને પદબંધ હેમચંદ્રના સમયની અપભ્રંશનું સ્મરણ કરાવે છે. ૯. એક ૨૩ કડીયુક્ત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ મુનિસુવ્રતસ્વામિસ્તોત્રનો આરંભ આ પ્રમાણે થાય છે. भरुयच्छलच्छिववच्छत्थलंतरइ तारहारसारिच्छ । छणहरिणलंछणत्थापवयण मुणिसुव्वय ! नमो ते ॥ અહીં પણ ભરૂચના હરિણલંછન વિભૂષિત મુનિસુવ્રતને નમસ્કાર કર્યા છે. આ રચના ૧૨મા શતકના પૂર્વાર્ધની હોય તેમ જણાય છે. ૧૦. શકુનિકાવિહારનો ઉલ્લેખ કરતો સં૧૨૦૧ ( ઈ. સ. ૧૧૫પનો એક પબાસણ લેખ જુમા મસ્જિદના સમારકામમાંથી પ્રાપ્ત થયો છે. પ્રસ્તુત લેખની મિતિ આ પ્રભટ્ટ-કારિત પુનરુદ્વાર પૂર્વેની છે. હવે ૧૨મા શતકના આરંભનાં કેટલાંક મિતિયુક્ત સાહિત્યિક પ્રમાણો જોઈએ. ૧૧. હર્ષપુરીય ગચ્છના શ્રીચંદ્રસૂરિકૃતિ મુનિસુવ્રતચરિત્ર(પ્રાકૃત : સં ૧૧૯૩ | ઈ. સ. ૧૧૩૭)ની પ્રાંતપ્રશસ્તિમાં કહ્યા મુજબ, પ્રસ્તુત ચરિત્ર ધવલકક્ક(ધોળકા)ના મુનિસુવ્રતના “ભૃગુકચ્છ-જિનભવન”માં ( મચ્છનાનામવો) (એટલે કે ભૃગુપુરાવતાર સુવતજિનના મંદિરમાં), ધવલ શ્રાવક અને ધોળકાના સંઘની વિનંતીને લઈને (પછીથી) આશાપલ્લીમાં રચેલું. ચરિત્ર લગભગ ૧૧,000 ગ્રંથ પ્રમાણ હોઈ તેને બનાવતાં ઓછામાં ઓછું બે એક વર્ષ તો લાગ્યાં જ હશે, એ હિસાબે ઈ. સ. ૧૧૩૫માં શ્રીચંદ્રસૂરિ ધોળકામાં આવ્યા હોવા જોઈએ અને તદન્વયે ધોળકાનું પ્રસ્તુત ભૃગુપુરાવતારનું મંદિર તે મિતિથી કેટલાક કાળ પહેલાં બંધાઈ ચૂક્યું હશે. અવતાર-સ્વરૂપ મંદિર ઈસ. ૧૧૩૫ પહેલાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15