Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 7
________________ ૮૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હોઈ ભરૂચનો મૂળ શકુનિકાવિહાર એનાથી સ્વાભાવિક રીતે જ પ્રાચીન હોવો જોઈએ; એટલું જ નહીં પણ તેનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવા જેટલી ખ્યાતિ તેણે જયસિહદેવ સિદ્ધરાજના કાળ, કે તે પૂર્વે, પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ, અને એ વાત લક્ષમાં લેતાં મંદિર સારું એવું પુરાતન હોવાનો સંભવ છે. ૧૨. ઈસ્વીસના ૧૨મા શતકના આરંભમાં ભરૂચના શકુનિકાવિહારમાં સમર્પિત થયેલા કે લખાયેલા બે ગ્રંથોની પુષ્પિકાઓ પણ આ મંદિર ઈ. સ. ૧૧૩૫ પૂર્વે હતું તેવું નિર્વિવાદ સિદ્ધ કરે છે. પહેલી પુષ્પિકા અનુસાર ચંદ્રકુલના દેવભદ્રસૂરિએ સં૧૧૬૮ | ઈ. સ. ૧૧૧૨માં મુનિસુવ્રત અને વીરના ભવનથી મંડિત ભૃગુકચ્છ નગરમાં આમ્રદત્તની વસતિમાં પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું : યથા : सोवन्निंडयमंडियमुणिसुव्वय-वीरभवणरमणीए । भरुयच्छे तेहिं ठिएहि मंदिरे आमदत्तस्स !! વળી પ્રસ્તુત સૂરિએ, છેલ્લી કહી તે કૃતિથી એક દાયકા પહેલાં, એમના જ કથન અનુસાર, “સુવર્ણકળશથી મંડિત” મુનિસુવ્રતના મંદિરવાળા ભરૂચ નગરમાં સં. ૧૧૫૮ ! ઈ. સ. ૧૧૦રમાં કથાનકોશની (કહારયણકોસોની) રચના કરી : યથા : कंचणकलसविहूसियमुणिसुव्वयभवणमंडियम्मि पुरे । भरुयच्छे तेहिं ठिएहिं एस नीओ परिसमत्तिं ॥ –ાથાત્નિશોશ-પ્રતિ આથી મંદિર પ્રસ્તુત મિતિ–ઈસ. ૧૧૦૨–થી અગાઉ પણ અસ્તિત્વમાં હતું તેવું સ્પષ્ટ રીતે નિર્ણત થઈ જાય છે. ૧૩. સં. ૧૧૬૨ { ઈ. સ. ૧૧૦૬માં રચાયેલ, અજ્ઞાતગચ્છીય વીરચંદ્રસૂરિશિષ્ય દેવસૂરિ કૃત જીવાનુશાસનમાં, મહાતીર્થોમાં અશ્વાવબોધતીર્થની ગણના થયેલી છે. સોલંકીયુગ (ઈસ્વી ૧૧મું શતક) ૧૪. શૈલીની દષ્ટિએ ૧૨મા શતકનું હોઈ શકે તેવા એક અજ્ઞાતકર્તક મુનિસુવતજિનસ્તવનું આદ્ય કાવ્ય ભૃગુકચ્છ જિન સુવ્રતને ઉદ્દેશ છે : श्रीकैवल्याऽवगमविदिताऽशेषवस्तुस्वभावं, भावद्वेषिप्रमथनपटुं दोषनिर्मुक्तवाचं । भक्तिप्रडं त्रिभुवननतं सुव्रतश्रीजिनाऽहं देव ! स्तोष्ये भृगुपुरमहीमौलिमौले ! भवन्तम् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15